________________
અધ્યાત્મયોગ
૧૨૧
છે. વિવેક વગર જ્ઞાન ન થાય. જીવને કષ્ટ સહન કરતાં દુઃખ વેદાય તો સમજવું કે જ્ઞાનની ગેરહાજરી છે. જ્ઞાન એ જળહળતો પ્રકાશ છે. બાહ્ય કષ્ટથી થતાં દુઃખને મનોયોગથી સુખમાં પલટાવવું એ અધ્યાત્મ છે.
ભાવ-ઉપયોગ સ્વયં આત્મા છે. એટલે ભાવ કે ઉપયોગ કેવા કરવા તેની સ્વાધીનતા છે. ભાવની પૂર્તિ માટે ભૂમિકા પ્રમાણે ભલે ક્રિયા કરવાની હોય. તેમાં પરપદાર્થો નૈમિત્તિક છે. પરાધીનતા છે. અપૂર્ણ છે. સ્વ-ઉપકાર માટે સમર્થ સાધન નથી. તેથી અધ્યાત્મ યોગ વડે ભાવશુદ્ધિ કરવી.
પરમાત્મભક્તિ મોક્ષ લક્ષી થતી ન હોય તો સમજવું કે ભાવશુદ્ધિ નથી. અંતરમાં હજી મોહનીયના ઘાતીભાવનો સંસ્કાર દઢ છે. જેથી ભક્તિમાં લીનતા આવતી નથી. તે ભાવો અહબુદ્ધિવાળા હોય છે.
આત્માને અન્ય જીવો સાથે વિષમભાવે ભેદ વર્તે છે. તેમાં પૌદ્ગલિક ભાવ છે, સંબંધ છે. સિદ્ધક્ષેત્રે અનંત સિદ્ધાત્મા હોવા છતાં અંશ માત્ર ભેદ નથી. ત્યાં પુદ્ગલ નૈમિત્તિક અસર નથી માટે સાધકે અધ્યાત્મદષ્ટિ વડે પૌગલિક સંબંધોની વિષમતાને કાઢવાની છે. પ્રયોગ કરીને નિઃસંગી બનવાનું છે.
ઇચ્છા તો ઇચ્છા જ છે પરંતુ મોક્ષની ઇચ્છા સહજ સુખદ હોવાથી ઉપાદેય છે.
૦ પૌગલિક ઇચ્છા પરિણામે દુખદ હોવાથી હેય છે. ૯ શ્રદ્ધા સાધકભાવ છે. અનુભવ સિદ્ધિ છે. ૦ શ્રદ્ધાનું કાર્ય અનુભવ કરાવવાનું છે.
આત્માનું સામર્થ્ય સર્વ દ્રવ્ય, સર્વ ક્ષેત્ર, સર્વ કાળ અને સર્વ ભાવને સિદ્ધપદમાં સમાવી – પચાવીને બેઠું છે. તેના પૂર્ણ જ્ઞાનથી તે મહાન છે. આથી આત્મવિકાસ કે અધ્યાત્મ વિકાસ જ્ઞાનથી છે. મનાદિયોગ કેવળ સાધન છે.
અધ્યાત્મ એટલે બહારથી અંદર જવું. સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની વિચારણાનું - જ્ઞાનનું તે ઉદ્ભવ સ્થાન છે. જીવે તે જ્ઞાન સ્વરૂપ લક્ષ્ય કરી પોતામાં સમાઈ જવું તે અધ્યાત્મ છે. જેમ જેમ જીવ, જગત, જગન્નાથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org