________________
૧૨૦
સ્વરૂપસાધનાનાં સોપાન માટે જણાવ્યા છે.
પરમાત્મા પ્રત્યે સમર્પણતા, રુચિ અને ભક્તિના ભાવો દ્વારા મતિજ્ઞાનને સમ્યક્ બનાવી ઘાતકર્મોનો નાશ કરવાનો છે. અહિંસા ધર્મની પૂર્ણતા પામવા માટે છે. જો પૂર્ણતા ન પામો તો હિંસા અને અહિંસા એ ચકરાવો ચાલ્યા કરશે. * અંતરંગ અવસ્થાનું નિરીક્ષણ કરવું તે અધ્યાત્મ છે. જ્ઞાનથી જ્ઞાનને જોવું. જેથી મોહરહિત શુદ્ધભાવ સમજાય છે. અને અંતે મોહ વિલય પામે છે. આથી અધ્યાત્મદષ્ટિ વિકાસ પામે છે.
જીવ જેટલા અંશે વિકલ્પ કરવાનું છોડે તેટલે અંશે ક્લેશ, ઉદ્વેગ, રાગ, દ્વેષ આદિ વિલય પામે. બાહ્ય ક્રિયા દ્વારા જીવ દુઃખ ભૂલવા પ્રયત્ન કરે છે. પણ તે સાચો ઉપાય નથી.
અધ્યાત્મમાર્ગમાં આત્માનું નિરીક્ષણ કરવાનું છે. મોહનીયની અસરને તપાસવાની છે. વિકલ્પોથી મુક્ત થવું તે અધ્યાત્મ છે.
આત્માના અપગલિક ક્ષાવિકભાવોને જાણો, માણો, ભાવો, એ અંતરાત્માના ભાવો છે. પરંતુ જ્યાં સુધી જીવમાં મોહનીયભાવો પડ્યા છે તેને ફક્ત જાણો અને ક્ષય કરો તે અધ્યાત્મસાધના છે.
હું યુગલ સ્વરૂપ નથી એવો નિષેધાત્મક ભાવ નથી કરવાનો પણ હું બ્રહ્મસ્વરૂપ છું એ વિધેયાત્મક ભાવ અધ્યાત્મ પ્રેરક છે.
પરમાત્મ સ્વરૂપની વિચારણા અધ્યાત્મ ભાવે કરે તો મોહનીયનો ક્ષયોપશમ શરૂ થાય. જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ તો છે. સાથે સત્તત્ત્વની આત્મતત્ત્વની પ્રાપ્તિની તાલાવેલી થાય તે ધ્યેયને શીધ્ર પ્રાપ્ત કરાવે છે. પૂર્ણ ભાવે પૂર્ણ તત્ત્વ પ્રગટે છે.
આત્મા ઉપર આવરણ હોવાથી સ્વરૂપમયતા થતી નથી. સ્વરૂપ લીનતા એ પરમાત્મતત્ત્વ છે. મોહના વિકાર હોવાથી જીવ દીન બને છે. સ્વરૂપથી દીનાનાથ છે. આત્મલીનતા અસીમ બને તો જીવનું જ્ઞાન આકાશની જેમ વ્યાપ્ત થઈ જાય.
અધ્યાત્મ દૃષ્ટિએ જ્ઞાન હોય તો સુખ જ છે. અજ્ઞાન ત્યાં દુઃખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org