________________
અધ્યાત્મયોગ
૧૫૩ પંચેન્દ્રિય પાસે વિકસિત અંતઃકરણ ન હોવાથી વિવેકહીન દશામાં તે પણ સુખદુઃખના પ્રાકૃતિક સંસ્કારથી મુક્ત થઈ શકતા નથી. માત્ર મનુષ્ય વિવેકપૂર્વક મુક્તિમાર્ગને શીઘ્રતાએ પ્રાપ્ત કરી શકે છે.
વિનાશીતત્ત્વ દુઃખદાયક છે, જીવને રોવડાવે છે. માટે અધ્યાત્મયોગ દ્વારા જીવે અવિનાશી તત્ત્વનું લક્ષ્યપૂર્વક આરાધન કરવું જોઈએ, જેથી દુઃખરહિત થવાય. આત્માના આનંદ સ્વરૂપની પ્રાપ્તિ થાય. અનુત્તર વિમાનનું સુખ ઉત્કૃષ્ટ છે. દીર્ઘકાળનું છે તો પણ વિનાશી હોવાથી જ્ઞાની તેને આત્મસુખ પાસે બિન્દુ સમાન જાણીને સ્પૃહા કરતા નથી.
રાગીઓ રાગમાં જોડાય છે, વિયોગથી રંડાય છે, અને પછી રૂવે છે. રોવડાવે નહિ તેનું નામ રાગ નહિ. વિનાશી તત્ત્વનો વિયોગ થાય તે સ્વાભાવિક છે, પરંતુ રાગીને અજ્ઞાન રોવડાવે છે.
માત્ર દેહસુખનો ત્યાગ કરવાથી આત્મા પરમાત્મસ્વરૂપ પામતો નથી. પરંતુ સંસારમાં સુખ નથી. અને દુઃખ પડતા દુઃખને દુઃખરૂપ જે માનતો નથી તે આત્મા પરમાત્મ સ્વરૂપની પ્રાપ્તિને યોગ્ય બને છે. દેહ અને ઈન્દ્રિયો અભેદ (એકરૂપ) છે. જે જ્ઞાન અને ભોગના ઉભય સાધનરૂપ છે. જોકે જ્ઞાન અને આનંદ આત્માનું લક્ષણ છે. લક્ષણ સ્વાધીન હોય પરાધીન ન હોય. જ્ઞાન અને અજ્ઞાનના પ્રશ્ન કરતા જીવને સુખદુઃખનો પ્રશ્ર પ્રધાન છે. પુદ્ગલ દ્રવ્યને સુખદુઃખનો પ્રશ્ન છે નહિ. સુખદુઃખ જ્ઞાનચેતના સાથે સંબંધિત છે. પરંતુ તે સાંયોગિક સંબંધોથી અધ્યાત્મયોગ દ્વારા છૂટી શકાય છે.
દુ:ખ જોઈતું હોય તો મનને જગાડો સુખ જોઈતું હોય તો મનને સુધારો એને સુરવાજો ઉપાય છે સ્વાધ્યાય તે બે પ્રકારે જલારા શાસ્ત્રાદયયન દ્વારા
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org