________________
સ્વરૂપસાધનાનાં સોપાન કર્યું છે, તેવું સાધકે તેમના દર્શન પૂજનમાંથી ગ્રહણ કરવાનું છે. અરિહંતની પ્રતિમામાં સિદ્ધત્વના સ્થિરતનું પ્રતીક જોવા મળે છે.
જે નિત્ય-અનિત્ય, વિનાશી-અવિનાશી, સતુ-અસત્નો યથાર્થ વિવેક કરે તે જ્ઞાની છે. અધ્યાત્મમાર્ગમાં અવિનાશી પરમાત્મતત્ત્વનું શોધન કરવાનું છે, તે કામ માટે બુદ્ધિને શ્રદ્ધાયુક્ત બનાવી એકાગ્ર થવાનું છે. ભૌતિક પદાર્થનું લક્ષ્ય તે અજ્ઞાન છે.
યદ્યપિ મન અને બુદ્ધિ જુદા પડતા નથી. ઉભય અંતરંગ સાધન છે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આ ચાર ભેદ અંતઃકરણના છે. એ જ્ઞાન ઉપયોગના ભેદ છે. અંતઃકરણ એ આત્માનું કરણ સાધન છે. જેને મનોયોગ કહેવામાં આવે છે. ત્યાર પછી કાયયોગ તે સાધનાનું બાહ્ય સાધન છે. મન સૂક્ષ્મ કરણ છે. કાયા સ્કૂલ છે. જોકે મન સૂક્ષ્મ હોવા છતાં તેના વિચારનું કેન્દ્ર સ્થૂલ છે. તેને પરિવર્તિત કરી સૂક્ષ્મ કરવાનું છે. જો મન સૂક્ષ્મ બને તો પૂર્ણ અને અવિનાશી એવા પરમાત્મતત્ત્વમાં જોડાય ત્યારે અમન બને. મનનો લય થાય.
મનની ઈચ્છાઓ રાગની નીપજ છે. રાગ છે ત્યાં સુધી મનની ઉપસ્થિતિ રહેવાની રાગ અને અજ્ઞાન ભોગ્ય છે. રાગ છે ત્યાં સુધી ગમતી વસ્તુ પર રાગ છે. વિનાશી પદાર્થોનો રાગ તે અજ્ઞાન છે. અજ્ઞાનનું ફળ દુઃખ છે. અવિનાશી વસ્તુ પરનો રાગ-પ્રેમ અંતે સુખનું નિમિત્ત બને છે. પરંતુ તે તત્ત્વ અજ્ઞાત હોવાથી જીવને સ્વરૂપનું ભાન થતું નથી પરમાત્મા બનવું એટલે દુઃખની વચ્ચે રહેવા છતાં દુઃખનો અનુભવ ન થાય. અને સુખનો ત્યાગ કરતા વિકલ્પ ન ઊઠે. આ છે અધ્યાત્મમાર્ગ, જેનો રેલો મોક્ષ પ્રત્યે જાય છે. .
દેહસુખનો સ્વૈચ્છિક ત્યાગ કર્યા વગર અને દુઃખથી સહજ જ પર થયા વિના પરમાત્મ તત્ત્વની પ્રાપ્તિ શક્ય નથી. સંજ્ઞિ - મનવાળા મનુષ્ય પાસે અંતઃકરણનું સાધન છે પણ તે દુઃખમાં હીન હોવાથી દુઃખથી પર થઈ શકતા નથી. દેવો પણ સંજ્ઞિ પંચેન્દ્રિય છે છતાં તે સુખની વચ્ચે સુખમાં જ લીન હોવાથી સુખથી પર થઈ શકતા નથી. સંશિ તિર્યંચ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org