________________
અધ્યાત્મયોગ
૧૨૭
૯ બાહ્યદૃષ્ટિને અંતર્દષ્ટિ બનાવવી તે અધ્યાત્મ. ૦ સ્થૂલદષ્ટિને સૂક્ષ્મ બનાવવી તે અધ્યાત્મ. ૦ વ્યવહારદષ્ટિને પારમાર્થિક બનાવવી તે અધ્યાત્મ. ૯ સંસારી જીવો અને સિદ્ધ જીવો વચ્ચેનું મધ્યબિંદુ સાધુ છે.
જડ અને ચૈતન્યનાં સ્વરૂપનો બોધ તે ભેદજ્ઞાન છે. ભેદજ્ઞાનની પૂર્ણતા અભેદજ્ઞાનથી થાય છે. આત્મસ્વરૂપની ઐક્યતા તે અભેદ છે. આ અભેદમાં પણ અપેક્ષાએ મિથ્યા જ્ઞાન અને સમ્યગું જ્ઞાન હોય છે. દેહ તે હું છું આવું અભેદજ્ઞાન મિથ્યાજ્ઞાન છે. આત્માના અભેદનું અજ્ઞાન છે વિસ્મરણ છે. જેમાં હું અને મારાનું ઐક્ય છે તે અભેદ છે. દેહના અભેદજ્ઞાનથી સ્વરૂપનું વિસ્મરણ છે. અનાદિકાળથી દેહમાં અહમ મમત્વનો જે ભાવ છે. તેનાથી આત્માનું અભેદ સ્વરૂપ આવરાયું છે. આથી જ્ઞાન દેહભાવનું તાદામ્ય તોડવા પ્રથમ ભેદજ્ઞાન કરાવે છે. જેથી ખોટું અભેદજ્ઞાન દૂર થાય. પર પદાર્થ સાથેનો બદ્ધ સંબંધ અને અહમ મમત્વ કાઢી, આત્મા અભેદ સ્વરૂપે કેવો છે તેનું જ્ઞાન કરાવે તે અભેદજ્ઞાન છે.
આત્માના સૈકાળિક સ્વરૂપનું માહાસ્ય આવશ્યક છે. તે સિવાય આત્મસ્વરૂપનું વદન થવું સંભવિત નથી. શરીરમાં રોગને દૂર કરવા ઔષધની રુચિ કરવી પડે છે. રોગ દૂર થયા પછી ઔષધસેવન જરૂરી નથી. તેમ સૈકાળિક આત્મસ્વરૂપને પામવા તપ સંયમની જરૂર છે. આત્મસ્વરૂપ પ્રગટ થતાં તપાદિના સેવનનો વિકલ્પ નથી. જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી અધ્યાત્મ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી મોહનીય કર્મ હણવા માટે ચારિત્રના બળની જરૂર છે.
કાળ, ભવિતવ્યતા, પુરૂષાર્થ, ક્રિયા, સ્વભાવ આ પાંચ સમવાય કારણ છે એ આત્માનું સ્વરૂપ નથી, પણ સાધન છે. પુરુષાર્થ કરવા છતાં પરિણામ ન આવે તો હતાશ ન થવું, પણ સ્વરૂપમાં સ્થિર રહેવા પ્રયત્ન કરવો. સાધનથી પરાધીન કે સાધનરહિત થવાનું નથી પણ સાધનથી સમર્થ થવાનું છે. સાધનથી બંધન કરવાનું નથી. તેની ભૂમિકા પ્રમાણે ખૂબ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org