________________
૧૨૬
સ્વરૂપસાધનાનાં સોપાન જ્ઞાન વડે દ્રવ્ય ક્ષેત્રાદિ ભેદનો અંત આવે છે. સંસારમાં ચેતનાના વિકાસનો અંત નથી. છે તો અંતરૂપે મોક્ષ છે જે સાદિઅનંત બને છે.
ઉદાસીનતા - મધ્યસ્થતા - ચિત્તની સ્વસ્થતા એ સજાતીય જીવ પ્રત્યે કર્તવ્યના ભાવ વિના, દયા-પરોપકારાદિ વૃત્તિ વિના, અનુકંપાના ભાવ વિના બને નહિ. એ કાય નિષ્કામભાવે થાય તે ઉદાસીનતા છે, પૌદ્ગલિક પદાર્થો પ્રત્યે વૈરાગ્ય, નિર્મળત્વ, અપરિગ્રહભાવ એ ઉદાસીનતા છે. પરપદાર્થો પ્રત્યે મૂળમાંથી મોહભાવ નીકળી જવો તે ઉદાસીનતા છે. આ ઉદાસીનતા અધ્યાત્મની જનની છે.
અધ્યાત્મ માટે સમ્યગુ કૃતના વિકલ્પો સહાયક છે. જે વિકલ્પો આત્મામાં પરમાત્મભાવ ઉત્પન્ન કરે છે. તે શ્રતના વિકલ્પો આત્માનું નિધાન છે. હીરા, મોતી, માણેક નહિ, માટે ચક્રવર્તી કે ઈન્દ્ર મહાન નથી. શુદ્ધાત્મા મહાન છે. તીર્થકર ગણધર, કેવળી ભગવંતો મહાન છે. સિદ્ધ પરમાત્મા સર્વોચ્ચ મહાન છે. તેઓનું નિરાવરણ જ્ઞાન મહાન છે. અનંત લોકાલોક આકાશ એ જ્ઞાનમાં સમાય છે. જીવે પોતાના અણવિકસિત ગુણોને વિકાસવવા જોઈએ. તે માટે પંચાચાર સ્વરૂપ-ગુણ છે. અન્ય જીવની જે આચારમાં વિશેષતા હોય તે આચારને ગ્રહણ કરવો. આથી આપણામાં તે આચારની દઢતા આવે, પણ તેનો અપલાપ ન કરવો. અનુમોદના કરવી તો આપણા ખૂટતા ગુણોની પૂર્તિ થશે. ધર્મ કે મોક્ષમાર્ગમાં દેહભાવ શત્રુરૂપ છે. માટે દેહાધ્યાસ છોડવાનું જ્ઞાનીજનો જણાવે છે. કારણ કે અનાદિકાળથી જીવ એ ભાવે જ રખડ્યો છે. માટે વર્તમાનમાં ઉપયોગને મોક્ષમાર્ગમાં જોડવા સાધના કરવી.
જો પરદ્રવ્ય સાથે પ્રીતિ કરવી હશે તો ભૂતકાળ અને ભાવિકાળમાં ઉપયોગને જોડવો પડશે. વર્તમાનની ઉત્તમ પળ ચાલી જશે; જે સ્વકાળ છે, તેમાં જીવવું તે સાધુ કે સાધકપણું છે. તે અધ્યાત્મ છે. અધ્યાત્મનું પરિણામ યોગક્રિયા, આસનજય, સમ્યગ્રજ્ઞાનાદિ, ધ્યાન વગેરે છે. જેમાં આહારાદિ સંજ્ઞાઓ ઘટતી જાય, શરીરસૌષ્ઠવ વધતું જાય, દેહનું મમત્વ - છૂટતું જાય અંતર્મુખતા વધતી જાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org