SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૫ અધ્યાત્મયોગ વર્જન કરવું. મનથી શુભ પ્રવૃત્તિ સહજ થાય અને અશુભ પ્રવૃત્તિ વગર બળાત્કાળે જાય તો તે ઊંચો મનોયોગ છે. મન સૂક્ષ્મ હોવા છતાં કાયા આશ્રિત સ્થૂલતા પ્રાપ્ત કરે છે. એટલે કાયા જ્યારે નિર્બળ બને છે. ત્યારે મન નિર્બળ બને છે. માટે મનથી વચનયોગ આશ્રિત અને કાયયોગ આશ્રિત શુભ પ્રવૃત્તિમાં પ્રવર્તન કરવું જોઈએ. કાયા સ્વયં સંચાલિત નથી. મન સંચાલક છે. છતાં દેહભાવના લક્ષ્ય મન પૂલ બને છે. એ મન ને આત્માને આશ્રિત કરો તો આત્માની અનંત શક્તિઓમાંથી વિશિષ્ટ શક્તિઓ જાગ્રત – કાર્યાન્વિત થશે. મનમાત્ર શરીર માટે શરીરને લક્ષ્ય કામ કરી રહ્યું છે. તે સંસાર છે. તેથી મન શરીરના યોગે સુખદુઃખ ભોગવે છે તેમાં આત્મા સંડોવાય છે. માટે શરીર નિરપેક્ષ આત્મ સાપેક્ષ સુખ મને અનુભવવું જોઈએ. આત્મ લક્ષ્ય મનોયોગ તે ધર્મ / મોક્ષમાર્ગની સાધના છે. અધ્યાત્મ છે. મનને ગૌણ કરીને માત્ર કાયિક ક્રિયાથી અધ્યાત્મ પ્રાપ્ત થતું નથી. સાધુજનોએ સમિતિધર્મમાં મન-વચન-કાયાના જે સક્રિય યોગો છે, તેમાં શુભ અશુભ ક્રિયાનો, વિવેક કરી સાવદ્ય ક્રિયા ત્યજી નિરવદ્ય ક્રિયા કરવાની છે. પોતાનું આત્મભાવે ભલું કરવું તે પરમ પરમાર્થ તત્ત્વ છે, અન્યનું ભાવ અનુકંપા અને દ્રવ્ય અનુકંપાયુક્ત નિષ્કામભાવે-આત્મભાવે કે દેહભાવે ભલું કરવું તે વ્યવહાર પરમાર્થ છે. શરીર અને આત્માનું જે અસત્ મિશ્રણ છે તેનો ભેદ કરવો. જુદું કરવું તે ધર્મ છે. જેની પાસે મન, વચન, કાયાનું વિવેકપૂર્વકનું બળ છે, તે ધર્મ આદરી શકે છે. નિરાશ, નિરૂદ્યમી, અવિવેકી ધર્મ આદરી શકતો નથી. ઇન્દ્રિય અને બુદ્ધિને પરમાત્માને સમર્પણ કરો, અતિન્દ્રિય જ્ઞાનનો બોધ મેળવો. તો બુદ્ધિગમ્ય કે ઇન્દ્રિય ગમ્ય નહિ પરંતુ કેવલીગમ્ય થવાય. જેમાં જગતના અનંતકાળની અનંત ઘટનાઓ પ્રતિબિંબિત થશે છતાં કોઈ વિકલ્પ નહિ ? હોય. સમસ્ત વિશ્વનું એકીકરણ એ જ આપણું અભેદ સ્વરૂપ છે. દિવ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001994
Book TitleSwaroopsadhnana Sopan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2000
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, & Sermon
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy