________________
સરળ શબ્દાર્થ
અક્રિય : એક પદાર્થ બીજા પદાર્થની ક્રિયા ન કરે, અથવા સહક્રિયા. અગુરુલઘુત્વગુણ : જડ અને ચૈતન્ય બંનેમાં હોય. જે શક્તિના કારણથી એક દ્રવ્ય અથવા ગુણ અન્ય રૂપે ન પરિણમે. અથવા ગુણ વિખરાઈને જુદા ન પડે. સૂક્ષ્મ પરિણમન થયા કરે.
અગુરૂલઘુ : લોઢાના ગોળા જેવો ભારે નહિ કે રૂ જેવો હલકો નહિ. અથવા સિદ્ધના જીવોને ઉચ્ચનીચ ગોત્રકર્મનો અભાવ.
અઘાતીકર્મ : નામ, ગોત્ર. વેદનીય અને આયુષ્યની પ્રકૃતિ જે આત્માના ગુણોને આવરણ કરે તે શુભાશુભ હોય.
અછેદ્ય : કોઈ નિમિત્તથી છેદાય નહિ. આત્મા અભેદ્ય છે, અછેદ્ય છે.
અદ્વૈત : અભેદ - અભિન્ન, એકરૂપ.
અંતર્મુહૂર્ત : ૧ સમયથી માંડીને ૪૮ મિનિટનો સમય. તેમાં વચ્ચેનો બધો સમય નાનુંમોટું અંતર્મુહૂર્ત ગણાય.
અંતઃકરણ : મનની શુદ્ધ અવસ્થા. આત્મસ્ફુરણા.
અધ્યાત્મ : આત્મ પ્રેરિત ભાવ, આત્મ સમીપનું અનુસંધાન.
અધ્યાસ : જે તે પ્રકારનો ભ્રમ અથવા ગાઢ પરિચય, દેહાધ્યાસ વગેરે. અનાદિઅનંત : અનાદિ જેની આદિ-પ્રારંભ નથી. અનંત જેનો અંત નથી તેવા વિશ્વના જીવાદિ તત્ત્વો.
અધિકરણ: સાંસારિક ક્રિયાનાં સાધનો, શસ્ત્ર વગેરે. અધિષ્ઠાન અપ્રમત્ત મુનિજનોનું સાતમું ગુણસ્થાનક, પ્રમાદ રહિત દશા. અવાંતરસત્તા : અંતરગત સત્તા.
અવિનાશી : નાશ ન પામે તેવું.
અવધિજ્ઞાન : ચૌદરાજલોક, (વિશ્વના) રૂપી પદાર્થોને અતિન્દ્રિય જ્ઞાન વડે અલ્પાધિક જાણે.
અવગાહન : જગા, જીવનું શરી૨ પ્રમાણ ક્ષેત્ર, આકાશનો અવગાહન ગુણ. અસદ્ભૂત : જેમકે નિશ્ચયની દૃષ્ટિએ તત્ત્વની વિપરીત સમજ તે અસદ્ભૂત વ્યવહાર છે. હું દેહ છું, વિગેરે
અસાધારણ ગુણ : જે ગુણ અન્ય પદાર્થમાં ન હોય. જેમ કે આત્માનો ચેતનગુણ અને પુદ્ગલનો જડ ગુણ. જે ગુણથી પદાર્થ ઓળખાય.
Jain Education International
૧૨
For Private & Personal Use Only
www.jainelibrary.org