________________
સ્વરૂપસાધનાનાં સોપાન અને જીવને પરમાર્થ માર્ગ બતાવી સર્વથા દુઃખ મુક્ત કરવા પ્રયત્ન કરવો તે ભાવ અનુકંપા છે. પરમાર્થ કરુણા છે. આ કાર્ય નિઃસ્પૃહ મહાત્માઓનું છે.
સત્ની – આત્માર્થની ઇચ્છા તે સમ્યગૂ ઇચ્છા છે. અસતુ-ભૌતિક ઇચ્છાઓનો ત્યાગ એ ઇચ્છા નિરોધ છે, અર્થાત્ સ્વમાં તૃપ્ત થવું તે તપ છે. લક્ષ્યાર્થ છે, પૂર્ણતાની પ્રાપ્તિનું સૂચક છે.
સંસારી જીવનું અજ્ઞાન શું છે?
પદ્રવ્યમાં સ્વબુદ્ધિ કરવી તે અજ્ઞાન છે. અભાવ રૂપ પદાર્થ ભાવરૂપ કહેવો તે અજ્ઞાન છે. ઇચ્છા, મમત્વ આસક્તિનું મૂળ અજ્ઞાન છે. ઇચ્છા છૂટવાથી મમત્વ-આસક્તિ મોહ સર્વે છૂટે છે.
સુખને શા માટે દુઃખરૂપ માનવું? સુખનો ભ્રમ ભાંગવા માટે. દુઃખને સુખરૂપ શા માટે માનવું? પૂર્વે બાંધેલા પાપ – દુઃખથી છૂટવા માટે, અને સુખની લોલુપતા થાય નહિ.
સાધુભગવંતો આવા અભિગમના પ્રણેતા છે. પરિષહ ઉપસર્ગો હસતા – પ્રસન્નતાથી સહી લે છે. પંચ મહાવ્રત લઈને સંસારસુખની ઇચ્છા માત્રનો વિરોધ કરે છે. દુઃખનો ઈન્કાર કે પ્રતિકાર નથી કરતા. સમભાવ વડે દુઃખને સહજભાવે સ્વીકારે છે. તે તેમનું અત્યંતર ચારિત્ર છે.
સાંસારિક સુખ ભોગવે તેને સ્વાભાવિક સુખ આનંદ ન મળે, તે પ્રમાણે દુઃખના વિકલ્પમાં રહે તોપણ આત્માનો આનંદ ન મળે. દુઃખથી ભયભીત ન થવું. અને સુખની ઇચ્છા ન કરો, એમ સમાધિભાવ વડે આત્માનો શુદ્ધ સ્વભાવ પ્રગટ થતાં મોક્ષ થાય.
વિચાર એ બુદ્ધિતત્ત્વ છે, બુદ્ધિ એ વિચારનું અંગ છે. બુદ્ધિ જડ પદાર્થોના વિકલ્પ કરે છે. આથી સંસારી જીવ બુદ્ધ રહે છે. જો તે બુદ્ધિમાં શુદ્ધિ ભળે તો જીવ પરમાર્થ તત્ત્વને પામે ત્યારે બુદ્ધ નહિ પણ બુદ્ધ બને બુદ્ધિ એ આત્માનું નિજ સ્વરૂપ નથી એક સાધન છે.
ધન, પરિવાર આદિ વિનાશી તત્ત્વોનો યોગ થાય ત્યારે જ્ઞાનીને તેમાં વૈરાગ્ય આવે છે. ધન-ધાન્યાદિમાં મૂછ હોતી નથી. તેને માત્ર મોક્ષની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org