________________
સરતિ ઇતિ સંસાર અભિલાષા છે. તે જીવને મુક્ત થવાનું બાકી છે.
જેને મોક્ષની ઈચ્છા હોય તે મોક્ષ પામેલો નથી. તેમ જે મોક્ષની અભિલાષા નહિ કરે તે મોક્ષ પામવાનો નથી. શ્રેણી જેવી અવસ્થામાં એ અભિલાષા સહજપણે શમી જાય છે.
દષ્ટિ એવી સૃષ્ટિ અર્થાત્ જેનું દર્શન-દૃષ્ટિ શુદ્ધ છે તેને સૃષ્ટિનું સ્વરૂપ યથાર્થ સમજાય છે. તે ઊંચી સાધના છે. સૃષ્ટિ એવી દૃષ્ટિ તે વ્યવહાર છે. બંને પ્રકારમાં અજ્ઞાન અને મોહને ખતમ કરવાના છે. પરપદાર્થોમાં ઈનિષ્ટ ભોક્તાભાવ કરો એટલે રાગદ્વેષ થશે.
૦ રાગ્ય પદાર્થોનું પ્રતિકૂળ લાગવું તે દ્વેષ. ૦ષ્ય પદાર્થોનું અનુકૂળ લાગવું તે રાગ.
વસ્તુના અભાવમાં તે મેળવવાના પ્રયોજનને ઇચ્છા કહે છે. વસ્તુ પ્રાપ્ત થયા પછી તેને પોતાની માનવી તે મમત્વ છે. પ્રાપ્ત વસ્તુને ભોગવવી તે ભોગ્યવૃત્તિ – આસક્તિ છે, તે જીવને પુનઃ પુનઃ મમત્વ કરાવે છે; માટે અનાસક્ત થવું તે દુઃખમુક્તિની સાધના છે. પરવસ્તુમાં સ્વબુદ્ધિ એ મમત્વનું મૂળ છે. સંયમાદિ દ્વારા પરવસ્તુનું મમત્વ ઘટશે, વિવેક જાગ્રત થશે. અને સ્વરૂપ પ્રત્યે દૃષ્ટિ દોરાશે. દુઃખના અંતનો આ ઉપાય છે.
સંસારમાં બહારમાં શત્રુ નથી પણ આપણા મતિજ્ઞાનમાં જે વિકારી ભાવો છે, તે આપણા શત્રુ છે. તે દુઃખદાતા છે. પર પદાર્થો પ્રત્યેથી રાગ કાઢવો હોય તો પદાર્થને પર માનો, કાલ્પનિક માનો, દુઃખનું કારણ માનો, વિનાશી માનો, તો સરળપણે રાગ ઘટશે. નિત્ય એવા સ્વરૂપને જાણો, અનિત્ય પદાર્થોનો પરિહાર કરો. જ્ઞાન અને ધ્યાન એ આપણા સતનો સ્વીકાર છે. ત્યાગ, વૈરાગ્ય, સંયમ અને તપથી અસનો પરિહારત્યાગ થાય છે. આત્મા આનંદસ્વરૂપ છે તેવા ધ્યેયને દઢ કરો.
વાસ્તવમાં પરપદાર્થો સુખ કે દુઃખનું કારણ નથી. પરંતુ વિનશ્વર પદાર્થોમાં સ્વબુદ્ધિ સુખ કે દુઃખનું કારણ બને છે. કારણ કે પદાર્થો બદલાય છે, સંયોગો બદલાય છે, મનોદશા બદલાય છે. ત્યાં સુખ કે દુઃખ સ્થાયી ક્યાંથી હોય? અન્યની સહાયની અપેક્ષાએ દેહને સેવા દ્વારા શાતા
Jain Education International
For'Private & Personal Use Only
www.jainelibrary.org