________________
૬
સ્વરૂપસાધનાનાં સોપાન પહોંચાડી શકાય છે. આત્મસુખ અન્ય જીવો આપી શકતા નથી તે દેવગુરુ તત્ત્વ દ્વારા જાણવા મળે છે.
સંસારી કોઈ જીવ દુઃખ ઇચ્છતો નથી. તે નિરંતર દુઃખને ટાળવા કે કાઢવા પ્રયત્ન કરે છે. દુઃખના કારણનું નિરાકરણ કરવું જોઈએ. ગમે તેવા દુઃખ છતાં જીવ જડ થઈ શકતો નથી માટે તેણે શુદ્ધ ચૈતન્યપણે પ્રગટ થવું જોઈએ. જેથી સર્વથા દુઃખનો ક્ષય થાય. - બુદ્ધિ ગમે તેવી તીવ્ર હોય પણ તે અસ્થાયી છે. તેમાં શ્રદ્ધાને ભેળવીને જડ અને ચૈતન્યનું ભેદજ્ઞાન કરવું જોઈએ. જગતના દશ્ય પદાર્થોમાં સમ્યગુ મિથ્યાપણું નથી, તમારી તે પ્રત્યેની દૃષ્ટિમાં સમ્યમ્ કે મિથ્યાભાવ થાય છે.
જ્યાં સુધી વિકલ્પો જતા નથી ત્યાં સુધી વિકાર ઊપજે છે. તેથી જ્ઞાન પર આવરણ આવે છે. વિકલ્પના સાક્ષી બનો. એટલે વિકારથી મુક્તિ થશે. મનની અશાંતતા ચંચળતા નીકળી જશે. ત્યારે મન અમન થશે, પછી મન કોને આધારે રહે, તે જ્ઞાનમાં ડૂબી જશે. એટલે જ્ઞાન નિરાવરણ બનશે. દુઃખનું મૂળ મન છે. મનનું ફળ દુઃખ છે.
સંસારી જીવ ઇચ્છે છે સુખ અને વેદે છે દુખ. જડ પદાર્થોને દુઃખનું વેદન નથી. સિદ્ધ પરમાત્માને દુઃખનું વેદન નથી. પરંતુ સંસારી જીવ જડ થઈ શકતો નથી, તે દુઃખરહિત થતો નથી માટે સંસારી જીવને દુઃખમુક્તિનો એક જ ઉપાય છે, સિદ્ધત્વ પ્રગટ કરવું.
સુખ-આનંદ-જ્ઞાન, આત્મામાં રહેલા છે. જ્યાં આત્મા છે ત્યાં જ્ઞાન અને આનંદ છે જ.
જગતના સર્વ જીવોને પોતાના દેહ દ્વારા લેશમાત્ર દુઃખ આપો નહિ તે દ્રવ્યદયા છે. અને અજ્ઞાનમૂલક મિથ્યા સુખથી પર જ્ઞાન દ્વારા સાચા સુખને બતાવવું તે ભાવદયા છે.
સુખભોગનું ફળ દુઃખ એ કુદરતી-કર્મનો કાનૂન છે. કાયયોગથી સહન કરેલું દુઃખ મનોયોગ સુધી પહોંચશે નહિ. કારણ કે તે કષ્ટ દેહ સુધી પર્યાપ્ત થાય છે. મનને કષ્ટ થતું નથી. તે ભેદજ્ઞાન છે. એ ભેદજ્ઞાનના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org