________________
૪૩
પરભાવોની ઉત્પત્તિનું કારણ હું દેહ છું.' ત્યાં મોહ-અજ્ઞાનભાવ લઈને જાય છે. તેથી જીવનો સંસાર ચાલુ રહે છે. અજ્ઞાન કાર્ય માયામય ન હોય તો અજ્ઞાન ટકે નહિ. જોકે માયા જ અજ્ઞાનીને અજ્ઞાનનું સ્વરૂપ સમજવા ન દે. અને સમજાય તો માયા ટકે નહિ.
પાંચે દ્રવ્યમાં જીવ દ્રવ્ય, જાણે, જુએ, સમજે, વિચારે, કર્તા-ભોક્તા બને પુદ્ગલ જાણે જુએ નહિ. આ જ જીવ અને જડનું અંતર છે. જીવમાં અજ્ઞાન છે એટલે પૂર્ણ ન જાણે, વિપરીત જાણે. જ્ઞાન એટલે રાગ ન કરવો. પ્રેમ એટલે દ્વેષ ન કરવો. રાગ અજ્ઞાન છે તો Àષ મૂઢતા છે. પરપદાર્થ પર રાગ કરીએ અને તે ન મળે તો દ્વેષ થાય. પદાર્થનો નાશ થતાં તેના વિયોગે જીવ દુઃખી થાય. આ કેવું ઘોર અજ્ઞાન ? તેના પરિણામે ક્લેશ, ઉદ્વેગ, દ્વેષ, શોક, સંતાપ જેવા દુઃખો ભોગવે છે.
ચિત્તની ચંચળતા દુઃખરૂપ છે. ચંચળ ચિત્ત સાંભળે શું? પામે શું? ગ્રહણ શું કરે? ચિત્તની સ્થિરતા આવે સમજ પેદા થાય. ચેતી શકે તે ચેતનાશક્તિ છે. આરંભ સમારંભનાં કાર્યોમાં ચિત્ત રોકાય ત્યારે શક્તિ વેડફાય છે. કાયાની પ્રવૃત્તિમાં મનની શક્તિ વેડફાય છે.
દરેક સાધકે સ્વદોષદર્શન કરવું. થયેલા દોષોના વર્જન માટે ગુરુજનો પાસે પ્રાયશ્ચિત્ત લેવું. એટલે બાંધેલાં પાપો હળવા થાય અથવા દુઃખ દૂર થાય. જો કર્મ નિકાચિત ન હોય તો પ્રાયશ્ચિત્તથી ખપી જાય છે. અને જો કર્મ નિકાચિત બાંધ્યાં હોય તો ઉદય આવે સમતા રહે છે, ઉચ્ચદશામાં સ્વરૂપ વેદન છૂટતું નથી, તેથી સમજાય છે કે દેવ-ગુરુ-ધર્મ અને આત્મા કેવા બળવાન છે ? જેની સહાયથી પરમાત્મસ્વરૂપ પ્રગટે છે. નિકાચિત કર્મનો ઉદય ટાળી શકાતો નથી. પણ તે સ્વરૂપને આવરી લેવા સમર્થ નથી. જો જીવને પરમાત્મતત્ત્વ પ્રત્યે અત્યંત આદર હોય તો.
તમને કોઈ ઉપસર્ગ થાય તો સમજવું પ્રાયે તમે પૂર્વે પાપપ્રવૃત્તિ કરેલી છે. ભોગ ભોગવવાની લાલસાથી આપણે પાપપ્રવૃત્તિ કરીને આત્મગુણનો ઘાત કરીએ છીએ. રાગાદિ ભાવો વડે સંસાર લીલોછમ રહે છે. તેમાં રસપૂર્તિ ન થાય તો બાગ સુકાવા માંડશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org