________________
સ્વરૂપસાધનાનાં સોપાન
પ્રભાવે સુખદુ:ખ વેદાય પણ કારણ ન દેખાય. કાર્યને સર્વાંગી જાણવું તે જ્ઞાન. કેવળી ભગવંતને ત્રણે કાળ પૂરતું કા૨ણભાવ પ્રત્યક્ષ છે. સંસારીને વર્તમાનકાળ પૂરતું પણ કારણ-કાર્યભાવનું જ્ઞાન નથી હોતું.
પ્રતિ સમયે આપણને ઇચ્છાઓ થાય છે તે જીવની અપૂર્ણતા છે. ઇચ્છાઓની પૂર્તિ અર્થે આપણે બુદ્ધિ અને મનને સતત રોકી રાખીએ છીએ. તે અજ્ઞાન છે, છતાં બુદ્ધિમાનને આપણે જ્ઞાની કહીએ છીએ. બાહ્ય પદાર્થોનું ધ્યાન રાખવું. વિચારવું, ઇચ્છવું, બુદ્ધિ ચલાવવી, આ સર્વે અજ્ઞાનસૂચક છે. તે સર્વે પ્રકારોને શમાવી દેવા તે જ્ઞાનનો અભિગમ છે.
જો આપણને ઇચ્છા થયા કરે તો આપણે આપણી જાતને અજ્ઞાની માનવી. ઇચ્છાપૂર્તિ થાય ત્યારે અને ન થાય ત્યારે દીનતા માનવી તે મહાઅજ્ઞાન છે. ઇચ્છા એટલે બહારથી કંઈ મેળવવું છે, (તે સંકલ્પ) તે માટે કંઈ કરવું પડે તે વિકલ્પ. ઇચ્છા અને વિકલ્પનું શમી જવું તે નિર્વિકલ્પતા છે. જ્ઞાનીજનો જ્ઞાનસ્વરૂપ બતાવે છે. આપી દેતા નથી. પરંતુ આપણે જ્ઞાની સ્વયં બનવાનું છે. ત્રણે કાળને વિષે આ જ મોક્ષમાર્ગ છે.
સંકલ્પ કરવો એટલે ઇચ્છા કરવી, ઇચ્છાપૂર્તિ માટે વિકલ્પ એટલે વિચા૨ ક૨વો. આવા સંકલ્પ-વિકલ્પના અંત માટે સંયમ નિયમનું, ચારિત્રાચાર, તપાચારનું પાલન કરવું માટે જ્યાં જ્ઞાન છે ત્યાં શોધવું. અજ્ઞાનમાંથી જ્ઞાન કેમ મળે ? તે માટે શાસ્ત્રાર્થ કરવાનો નથી. સ્વરૂપાર્થ કરવાનો છે. જ્ઞાની ભગવંતોએ રાગીને વીતરાગી થવા રાગ–વિરાગનું સ્વરૂપ સમજાવ્યું છે. શાસ્ત્રના પ્રણેતા થઈ રાગી વીતરાગ બને તે માટે વીતરાગ શાસન છે.
સંસારમાં જીવ દેહભાવે સ્વાર્થી બને છે. વળી શાસ્ત્રો ભણે ત્યારે તેનો બોધ બીજા ૫૨ ઘટાવશે. અને પોતાને બાદ રાખશે. શાસ્ત્ર ભણીને જ્યારે અંતરલક્ષી બનીશું, સ્વના ગુણદોષ તારવીશું ત્યારે અંતરભાષ્ય શરૂ થશે. જ્ઞાનીઓએ ભાષાની રચના એને માટે કરી છે. જ્ઞાની જ્યાં જાય ત્યાં હાથમાં બેટરીની જેમ જ્ઞાન સાથે જાય છે. અજ્ઞાની જ્યાં જાય
૪૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org