________________
૪૧
પરભાવોની ઉત્પત્તિનું કારણ હું દેહ છું.” વેઠીને આત્મિક સુખ કે જે નિત્ય છે તે પ્રાપ્ત કરવાનું છે.
જ્ઞાનીજનો આપણને આપણી અસદશાનું ભાન કરાવીને સનું લક્ષ્ય કરાવે છે. પછી સના લક્ષ્ય સનો અનુભવ કરવાનો છે. વળી જ્ઞાની ભગવંતો આપણને અલૌકિક-લોકોત્તર. આધ્યાત્મિક તત્ત્વનું જ્ઞાન આપે છે. કારણ કે આપણે લૌકિક આદિ તત્ત્વોને અનાદિકાળથી સેવતા આવ્યા છીએ.
તીર્થંકર પરમાત્મા પૂર્ણજ્ઞાનમાંથી બોધ આપે છે, કે જે આપણી અપૂર્ણતાનું ભાન કરાવી પૂર્ણતા પ્રત્યે લઈ જાય. લૌકિક તત્ત્વ અપૂર્ણ છે. પૂર્ણને સમજ્યા વગર કે અનુભવ્યા વગર આપણે પૂર્ણ કેમ થઈશું ? અલૌકિક તત્ત્વ કેમ પામીશું?
અનાદિકાળથી દેહનો સંબંધ છતાં જીવ જડ નથી થયો તે અપેક્ષાએ જીવ સ્વસમરૂપ છે. પરંતુ જીવના જે સંયમાદિ આવરાયેલા છે તે આવરણો દૂર કરવા જ્ઞાનીજનોએ ચારિત્રાચાર આપ્યો છે. જે વડે સંયમ પામી નિરાવરણ થવાય. સંયમની આરાધના જીવને કરવાની છે અન્ય દ્રવ્યોને કરવાની નથી. કારણ કે જીવ સ્વ સંવેદ્ય – સુખના વેદનવાળો છે. અન્ય પદાર્થો અસવેદ્ય છે. અસંયમથી આવેલી શુદ્ધતા સંયમ વડે દૂર કરવાની છે.
સંસાર એટલે શુભાશુભભાવોના યુગલનું નાટક. આજે માન આપનાર કાલે અપમાન કરે. વળી સંસારી જીવને અપમાનનું દુઃખ ઘણું લાગે છે. હુંપણાનું ભાન છે, તે દેહભાવ છે. તેમાં માનસિક “હુંપણું દુઃખ પેદા કરે છે. જો જીવ વિચારે કે આત્માના સુખનો આધાર વિશ્વનો કોઈ બાહ્ય પદાર્થ નથી, મેં જે વિષય-કષાયમાં સુખ માન્યું છે તે ભ્રમ છે. તો “હુંપણું નીકળી જાય. આ “હુંપણું અભિમાન માયાપૂર્વક, ક્રોધપૂર્વકનું હોય, વળી ક્રોધ માનપૂર્વકનો હોય. આમ તો આ ચારેનું જોડલું છે. જાણે અભેદપણે સંલગ્ન છે, લોભને કારણે અહમ્ થાય છે. ક્રોધ પણ થાય છે. અનુકૂળતામાં માયા થાય છે. આ સઘળા પરભાવ છે.
આપણું અજ્ઞાન એવું છે કે કાર્ય દેખાય કારણ ન દેખાય. કર્મના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org