________________
૪૦
સ્વરૂપસાધનાનાં સોપાન
નથી. ગમે તેવું ચારિત્ર પાળે તોપણ પહેલા ગુણસ્થાને જ રહે તે દ્રવ્ય ચારિત્રી અને દ્રવ્યજ્ઞાની કહેવાય. યદ્યપિ કોઈની બાહ્ય વૃત્તિ કે પ્રવૃત્તિ પરથી છદ્મસ્થ જીવે કોઈનું વ્યક્તિત્વ જોવું નહિ. આ વિષય કેવળી ગમ્ય છે. ભવિજીવ શ્રુતજ્ઞાન-પ્રભુના વચનને ચૈતન્યભાવમાં પરિણમાવે છે કે હું શુદ્ધાત્મસ્વરૂપ છું. અભવિને તેવો ભાવ થતો નથી.
મન અને તનના સુખની લેશમાત્ર ઈચ્છાનું નામ લોભ છે. સંસારી જીવને દેહ અને નેહ, મન અને તન જુદા પડતા નથી. અન્યોન્ય ઓતપ્રોત છે. આત્મા અજ્ઞાનવશ તેને પોતાના માનીને બેઠો છે, તે દુઃખદ છે. મનાતીત થવાય તો દેહાતીત થવાશે. મનમાં ભોગની ઇચ્છાઓ છે. તે ઇન્દ્રિયો દ્વાર ભોગવે છે. અંતે તે ભોગ દુઃખમાં પરિણમે છે. તે ભાવિ જ્યોતિષ શાસ્ત્રમાંથી નીકળતું નથી. પરંતુ પૂર્વે કરેલા કર્મો પ્રમાણે ભાવી બને છે. માટે જીવનમાં વિવેક રાખવો. કોઈને દુઃખ ન થાય તેમ વર્તવું. અન્યને દુઃખ ઊપજે તેવું વર્તન તે અવિવેક છે. જ્ઞાનમાં વિવેક હોય. ભોગમાં ત્યાગ હોય. તંદુરસ્તી તે શરીરની વ્યવસ્થા છે. તેમ નાદુરસ્તી એ શરીરની અવસ્થા છે. તેથી આરોગ્ય માંગવાની છૂટ છે, ભોગ માંગવાની છૂટ નથી. વૈરાગ્ય આવતો નથી, પરભાવ-રાગ છૂટતો નથી. મોક્ષ મળતો નથી, સંસાર સરતો જ રહે છે. મન મોહનીયના ભાવોથી ભરપૂર રહ્યું છે, તે બંધન છે. શરીર બંધન નથી. પરંતુ તેમાં હુંપણું બંધન છે. દોરડું બંધનરૂપ નથી, તેનાથી બંધાતી ગાંઠોથી બંધન છે.
પુદ્ગલ પદાર્થો જે અસત્ છે, તેને સંસારી જીવોએ અનિત્યપણે જોવાના છે, જેથી તે તે પદાર્થો પ્રત્યે થતા રાગ-મોહ-અજ્ઞાન ખૂટતા જાય. અને તે તે પદાર્થોમાં સચિદાનંદ જેવું સુખ લાગે છે. તે ભ્રમ તૂટે. તેથી તે પદાર્થોનું લક્ષ્ય હઠાવી પોતાના સ્વસ્વરૂપમાં લય પામવાનું છે. સંસારી જીવો પૌગલિક સુખના લક્ષ્ય દુઃખ હઠાવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ તેમાં રહેલી સુખબુદ્ધિને હઠાવવા પ્રયત્ન કરતા નથી તેથી દુઃખ ટળતું નથી. જ્ઞાનીજનો સંસારીને પૌગલિક સાપેક્ષ જે પરાધીન દુઃખ છે તે છોડવાનો બોધ આપે છે. તેમ કરવા તપ સંયમ આરાધનમાં કષ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org