________________
૩૯
પરભાવોની ઉત્પત્તિનું કારણ હું દેહ છું.’ તેના બળથી પુદ્ગલ કર્મ ઔદયિકભાવે સત્તા બનાવે છે. મન-વચનકાયાના યોગ પણ જીવે ઉપયોગથી આપેલ છે. સત્તા તેનો ઉદય છે. આત્માની મહાસત્તા કેવળજ્ઞાન છે, સર્વજ્ઞપણું છે, કારણ તે સર્વ પદાર્થોથી પ્રકાશક છે. જ્યારે અન્ય પદાર્થો પ્રકાશય છે.
પાંચ અસ્તિકામાં સહજ પરિભ્રમણ સ્વભાવ પુગલનો છે. જીવ પુગલના સંગથી પરિભ્રમણ કરે છે. મૂળ સ્વભાવ ચેતના ધ્રુવ અચલ સ્થિર છે. લોકાગ્રે સિદ્ધાત્મા સ્થિર થાય છે. ત્યાં અધર્માસ્તિકાયની નિમિત્તિક સ્થિરતા હોવા છતાં તે જીવનો ગુણ છે. અનાદિ કાળથી જીવ પુગલના નિમિત્તથી સંસારમાં રહ્યો છે. જોકે સૌનું અજ્ઞાન અને મોહ પણ કારણ છે. પુદ્ગલ સંગે વારંવાર મોહ કરીને જીવ સંસારને ટકાવી રહ્યો છે. જેમ વૃક્ષને જળસિંચન ન થાય તો તે સુકાઈ જાય છે. તેમ પુગલના સંગમાં મોહ ન કરે તો સંસારનું બીજ સુકાઈ જાય છે. મોહ છૂટે મોક્ષ છે. જીવ મોહ છોડે મોહ જીવને છોડી દે છે.
દેહ આહાર વગર ટકતો નથી પરંતુ તેમાં લોલુપ થઈએ તો તે ઇન્દ્રિવરાગીપણું છે. વિષયકષાયના પોષણથી દેહ સાધનામાં બાધક છે. પાંચ ઇન્દ્રિયો જ્ઞાનનું સાધન છે. પરંતુ તે કામભોગના સુખનું દ્વાર બને તો સાધકને બાધક છે. પાંચ ઇન્દ્રિયોનો સઉપયોગ અત્યંતર સાધનામાં સાધન બને છે.
પાંચ અસ્તિકાયનું પ્રદેશ પિંડત્વ એ સામાન્ય દર્શન છે. જે કેવળી ગમ્ય છે. તેના ગુણ-પર્યાય-અવસ્થાઓ વિશેષ જ્ઞાન છે. તે છદ્મસ્થ તેના લક્ષણથી જાણી શકે છે. ગતિ સ્થિતિ વગેરે અવસ્થાઓ વિશેષ જ્ઞાનનો વિષય છે. અરૂપીપણું સામાન્ય દર્શન છે.
વસ્તુનું મૂળ સ્વરૂપ બદલાતું નથી, સંયોગ સ્વભાવ પલટાય છે. એથી અભવિ ક્યારે પણ ભવ્યતા પામતો નથી. તેના આત્મપ્રદેશોમાં કેવળજ્ઞાન છુપાયેલું છે છતાં તેને સંસાર ભાવ મટતા નથી. ચારિત્ર લે તોપણ મુક્તિના ભાવ ન જાગે ત્યાં પણ સંસારભાવનું રૂપાંતર થઈ પોષણ થાય. આકડાનું દૂધ જેમ મળતું નથી. તેમ અભવિ મુક્તિમાર્ગે વળતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org