________________
અધ્યાત્મયોગ
૧૪૩
તે ધ્યાન દ્વારા થઈ શકે છે. શેય નહિ પણ જ્ઞાનને સમજવાનું છે.
મતિજ્ઞાનની તાકાત છે કે સિદ્ધસ્વરૂપનો વિકલ્પ કરી શકાય. અને તે પ્રમાણે પરથી છૂટી મુક્ત થવાય. પરથી છૂટી સ્વમાં જાય તો સ્વાનુભૂતિ થાય. આ વિકલ્પને તૈલધારાવતુ ઘૂંટતા રહેશો તો ધ્યાન / એકાગ્રતા થશે. સજાતીય વિકલ્પ ન કરવા પણ એક જ “શુદ્ધ ચિતૂપોહં.” આ તૈલધારાવતુ વિકલ્પની ધારા એ ધારણા છે. વિજાતીય વિકલ્પ એ આર્તધ્યાન છે. સ્વ સન્મુખ તૈલધારાવત્ વિકલ્પમાં વધતો રસ નિર્વિકલ્પતા લાવશે.
આત્માને પોતાના સર્વ પ્રદેશે ધ્યાન કરવાની જરૂર છે, તેમ આત્માને સર્વ આત્મા-પ્રદેશથી સિદ્ધ પરમાત્માનું ધ્યાન કરવાની વિશેષ જરૂર છે. અવધિ - મન:પર્યવજ્ઞાન આત્માના સર્વ પ્રદેશ હોઈ શકે છે. પણ તેનો જ્ઞાન ઉપયોગ અમુક પ્રદેશથી થાય છે. જ્યારે કેવળ જ્ઞાન આત્માના સર્વ પ્રદેશોથી હોય છે.
નિશ્ચયથી આપણું મન એક અવસ્થા છે. જ્ઞાન ઉપયોગ જો આત્મપ્રદેશે સ્થિર થાય તો આત્મપ્રદેશે રહેલી અનંત જ્ઞાન-દર્શન શક્તિનું વેદન થાય. ચૈતન્ય સ્વરૂપને સમજીને સ્વક્ષેત્રે ધ્યાન કરવાનું છે. વાસ્તવમાં ધર્મક્રિયાનો નફો ધ્યાન છે. અરિહંત અને સિદ્ધ પરમાત્મા પ્રત્યે કેવા ભાવ રહ્યા? ઉપયોગની કેવી શુદ્ધિ થઈ? ઘાતકર્મનો કેટલો નાશ થયો. મોહનીય કર્મ કેટલું ખપ્યું? એવું અંતરસંશોધન થવું જોઈએ.
દ્રવ્યાનુયોગ સૂક્ષ્મ છે. તેના અભ્યાસથી જીવ ધ્યાની બની શકે છે. કારણ કે તેમાં બતાવેલા મોક્ષમાર્ગનાં રહસ્યનો અભ્યાસ થાય છે. જે જીવને ધ્યાનમાર્ગમાં સ્થિર કરે છે.
નિર્વિકલ્પ એવી નિરાલંબન યોગની ક્રિયાથી જીવ પક શ્રેણિ માંડી શકે છે. કાઉસગ્ગ જેવા અવલંબનથી જીવે દેહના સાધનનો ઉપયોગ કરી, ઉપયોગ દ્વારા યોગને સ્થિર બનાવવો. ધ્યેયરૂપ પદાર્થમાં ધ્યાનમાં લીન થવું. સિદ્ધ પરમાત્મા આત્મપ્રદેશથી અને ઉપયોગથી સ્થિર છે.
પરોપકાર જેવા બાહ્યભાવથી પરપીડનના દોષથી બચાય છે. તે અપેક્ષાએ ચિત્ત સ્થિરતાનું કારણ બને છે. પણ જો જીવ ઉપયોગ વડે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org