________________
૧૪૨
સ્વરૂપસાધનાનાં સોપાન આર્ત કે રૌદ્રધ્યાન કહેવાય છે. આત્મલક્ષી ધ્યાનને ધર્મધ્યાન કહેવાય, તેમાં વધુ શુદ્ધિ થવાથી શુકલ ધ્યાન થાય છે. ઇચ્છા વિચાર અને વિચારનો નિગ્રહ થાય, ત્યારે ધર્મધ્યાનમાં પ્રવેશ થાય. ઈચ્છારહિત, વિચાર કે વિકલ્પરહિત ઉપયોગની એકાગ્રતા તે ધ્યાન છે.
મનાદિ યોગનું સ્વૈર્ય તે ધ્યાન છે. શુક્લધ્યાનના પ્રથમના બે ભેદથી મનોયોગની શૈર્યતા આવે છે. ત્રીજા ચોથામાં વચન અને કાયયોગથી ધૈર્યતા આવે છે. છેવટે યોગનિરોધ થઈ જીવ મુક્ત થાય છે.
મોહનીયના વિકલ્પો સ્વભાવ સામે વિભાવ છે. શુદ્ધ સામે અશુદ્ધ છે. માટે શુદ્ધ સ્વરૂપની વિચારણા કરી, સ્વરૂપનું ધ્યાન કરી નિરાવરણ થવાનું છે.
બાધક તત્ત્વોને ત્યજીને આત્માના શુદ્ધ સ્વરૂપનું ધ્યાન કરવાનું છે. ધ્યાનમાં કાયયોગની સ્થિરતા કરી. મનોયોગને સ્થિર કરવાનો છે. અન્ય જીવોને પીડા ન થાય તેવા સ્થાનમાં પદ્માસન જેવા આસનને સિદ્ધ કરવાનું છે.
ચિંતન એ સવિકલ્પ ધ્યાન છે. ઉપયોગનું શુદ્ધાત્મામાં લય થવું તે નિર્વિકલ્પ ધ્યાન છે. સવિકલ્પમાં તીર્થકરાદિની વિશેષતા છે. નિર્વિકલ્પમાં માત્ર શુદ્ધ સ્વરૂપનું વેદન છે. હું શુદ્ધ સ્વરૂપ છું તે નિર્ણય છે. જેઓ શુદ્ધાત્મા તરીકે પ્રગટ થયા છે, તેવા તીર્થંકરાદિ પ્રત્યે અર્પણતા સહિત શુદ્ધ સ્વરૂપનો નિર્ણય શ્રદ્ધાયુક્ત છે. માત્ર જ્ઞાનયોગ વડે ધ્યાનમાં અહમ જેવાં ભયસ્થાનો છે.
મોહભાવ કે સંસારભાવ જે બાધક છે, તે ભક્તિયોગ વડે કાઢવાના છે. પરમાત્મા પ્રત્યેના શુભ ભાવ વડે આત્મસ્વરૂપના વિકલ્પો ઊઠે તે અપેક્ષાએ નિર્વિકલ્પ છે, કેમકે તેમાં મોહભાવ - કે સંસારભાવ નથી.
© નિર્ણય = પરમાત્મા જેવું જ મારું સ્વરૂપ છે. ૦ સ્વરૂપ લક્ષ્ય = તીવ્ર જિજ્ઞાસા, તમન્ના, લગની. ૦ મોક્ષ = સર્વથા સર્વ કર્મથી મુક્તિ. આપણામાં રહેલા આપણા ભાવોને, જ્ઞાનદર્શનને સમજવાના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org