________________
૧૪૪
સ્વરૂપસાધનાનાં સોપાન
પરમાત્વ તત્ત્વ સાથે સંબંધ ન કરે તો સાધન અધૂરું રહે છે, જેથી પૂર્ણતાની પ્રાપ્તિ નથી થતી.
દેવગુરુની આજ્ઞા માની તેમને સમર્પિત થઈ વિવેક-વિનયથી જીવન જીવે તેને ધ્યાનયોગ ફળે છે. પરમાત્મસ્વરૂપને શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાયપણે ધ્યાવે તેને ધ્યાનયોગ થાય છે.
ધ્યાનનું સામર્થ્ય એવું હોય છે કે જેને દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવનું બંધન નથી. જાતિ, વેશ, લિંગનો સંબંધ નથી, કારણ કે ધ્યાન એ આત્માની અવસ્થા છે.
સઘળા દેશમાં, સર્વ કાળમાં, અને બધી જ અવસ્થાઓમાં અતીત અનાગતકાળમાં મહાત્માઓએ શુક્લધ્યાન વડે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું છે. આથી ધ્યાન માટે દેશ કાળનું બંધન નથી. એમ કહ્યું છે કે સઘળી ક્રિયાઓની સિદ્ધિમાં અંતરમાં–શુભ ધ્યાનનો પ્રવાહ વહેતો હોવો જોઈએ. જેમ કૂવાના પાણીની પ્રાપ્તિ ધરતીમાં વહેતા પાણીના ઝરણાને લીધે છે. એ ઝરણાં કે સરવાણીઓ વગર કૂવો સુકાઈ જાય. તેમ શુભ ધ્યાન ન હોય તો ક્રિયા શુષ્ક બની જાય. શાશ્વત સુખનું કારણ શુક્લધ્યાન છે.
વિચારશક્તિ વડે પરમાત્મ તત્ત્વને ગ્રહી શકાય છે. અને ધ્યાન વડે પરમાત્મ સ્વરૂપ થવાય છે.
ઉપયોગ એ ધ્યાનતત્ત્વ છે, પછી આર્ત, રૌદ્ર, ધર્મ કે શુક્લધ્યાનરૂપે હો. ધ્યાન એટલે કોઈ પ્રકારની એકાગ્રતા છે. ધ્યાન ધ્યાતાની અવસ્થા છે. ધ્યાનને ધ્યાતા અને ધ્યેય સાથે સંબંધ છે. ધ્યાતા આત્મા છે. ધ્યાનની સિદ્ધિ તે ફળ છે, ધ્યેય છે. ધ્યાનનો વિષય આપણાથી પર તે સજાતીય કે વિજાતીય હોય. પર દ્રવ્ય ધ્યેય છે, તેમ જ ધ્યાનનો વિષય છે, તો તે અશુદ્ધ છે. આત્મા સ્વયં ઉપયોગવંત છે. એટલે આત્મા જ ધ્યાતા છે. પરંતુ ધ્યેય જુદું છે અને ધ્યાનનો વિષય જુદો છે, દેહ આશ્રિત છે એટલે ઉપયોગ શુદ્ધ નથી. પરપદાર્થ જે ધ્યેયરૂપ થયું છે તેનો ભેદ કરીને આપણે સ્વરૂપ પ્રાપ્તિ કરવાની છે.
શાસ્ત્રજ્ઞાન દ્વારા આત્માને પરિપક્વ કરવાનો છે. સંસારમાં ધ્યેયરૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org