________________
પરભાવોની ઉત્પત્તિનું કારણ “હું દેહ છું.”
૪૭ અને કર્મના ઉદયકાળે તેનાં ફળ ભોગવીએ છીએ. કર્મબંધ વખતે શુભાશુભ ભાવ આત્માના છે, અજ્ઞાનવશ જીવ કર્મથી બંધાય છે. જોકે તેમાં નિમિત્તકારણ અને ઉપાદન કારણ આત્મા જ છે. તેમ જીવ પોતાના અશુદ્ધ ભાવો વડે કાશ્મણ વર્ગણામાંથી કાર્મણ, તેજસ વર્ગણામાંથી તેજસ, ઓદારિક વર્ગણામાંથી ઓદારિક વૈક્રિયવર્ગણામાંથી વૈક્રિય, આહારકવર્ગણામાંથી આહારક શરીર બનાવે છે. કોઈ અન્ય વસ્તુ તેને શરીર બનાવી આપતી નથી. તે પ્રમાણે ભાષા, મન, શ્વાસોચ્છુવાસ આદિ વર્ગણાઓ માટે સમજવું. દેહવાસનાથી આત્મા આમ વિજાતીયમાં ઘેરાઈ જાય છે. પરમાત્મસ્વરૂપ થવાને બદલે દેહસ્વરૂપ થાય છે.
પુગલ દ્રવ્યના બદ્ધ સંબંધે નિમિત્તથી સંસારી જીવ અનિત્ય પર્યાયવાળો છે. ઘાતકર્મના આવરણના કારણે ઉપયોગ અનિત્ય છે. જીવનો નિત્ય પર્યાય નિરપેક્ષ છે. પુદ્ગલના સંબંધ વગર આત્મા દ્રવ્યાતીત, ક્ષેત્રાતીત બને છે. જ્ઞાન વડે જાણે છે. આત્માના સ્વરૂપની પ્રાપ્તિ માટે દેહને ઉત્તમ સાધન બનાવો, જો તેનો ઉપયોગ દેહભાવે થયો તો તે ઉપભોગ બનશે. જે દુઃખનું કારણ છે. ઉપભોગની અપેક્ષાએ બીજાં ઘણાં સાધનો જોઈએ છે. તે દુઃખી છે. જેને દેહ ઉપભોગ માટે સાધનો જોઈતાં નથી તે સુખી છે.
સુખરુચિ દુઃખનું કારણ બને છે.
સર્વદોષરહિત થવા અને સર્વગુણ સંપન્ન થવા દાનાદિ સાધન છે. સાધનમાં અટકવું નહિ. ક્રિયાઓની પરંપરા ચાલુ રહે તે ધર્મ નથી પરંતુ ક્રિયાનું પરિણામ ભાવ છે, ભાવનું ફળ જ્ઞાન છે, અને જ્ઞાનનું ફળ વિરતિ છે, જે પરભાવથી મુક્ત કરે છે.
૯ અનિત્યને જાણવાનો છે, નિત્યના લક્ષ્ય માટે. ૯ અને જાણવાનું છે, સના લક્ષ્ય માટે.
અનિત્ય એટલે અસતુ-અસત્ એટલે માયા, જેનું ત્રિકાળપણું નથી. છતાં તે માયા વડે જીવ અનાદિકાળથી લપટાયો છે. ભૂતકાળ ઘૂંટ્યા જ કરે, વર્તમાનમાં તેને સંભાર્યા કરે તે મોહ. પરિગ્રહની સંગ્રહની અંતરમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org