________________
૨૩૪
સ્વરૂપસાધનાનાં સોપાન
જે સક્રિય પદાર્થ છે તેમાં આંશિક શક્તિ છે. (જડ)
ધર્મ પુરુષાર્થ પ્રધાન છે. કર્મમાં ભાગ્ય પ્રધાન છે. ધર્મને કાળ નથી, કર્મને કાળ છે. પ્રતિસમયે ધર્મ થઈ શકે છે. કાળસ્થિતિ પરિપાક થતાં પ્રતિ સમયે કર્મ ઉદયમાં આવે છે. ક્રિયા કે તેના સાધનો ધર્મ નથી. સાધન છે. પોતાના ઉપયોગમાં હેય-ઉપાદેયરૂપ જાગૃતિ તે ધર્મ પુરુષાર્થ છે. આત્મા પૂર્ણ શુદ્ધ ભાવ કરે તો કેવળજ્ઞાન પામે. કેવળજ્ઞાન શુદ્ધ ભાવથી થાય. સંયોગ પ્રમાણે જે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ આવવાના હોય તે આવે. સંયોગથી યોગ પ્રમાણે બને તેને ભવિતવ્ય કહેવાય. - સાવરણજ્ઞાન અને નિરાવરણ જ્ઞાન બંને આત્માની અવસ્થાઓ છે. નિરાવરણ જ્ઞાન આત્માનું શુદ્ધ સ્વરૂપ હોવાથી તે સ્વ છે. સાવરણ જ્ઞાન અશુદ્ધ હોવાથી સ્વ નથી. જ્ઞાનાવરણીય કર્મનો સર્વથા નાશ તે નિરાવરણ જ્ઞાન છે. આત્માનો જ્ઞાન સાથે અભેદ સંબંધ છે. પણ વિશ્વના કોઈ પણ પદાર્થનો જ્ઞાન સાથે અભેદ સંબંધ નથી. જ્ઞાન એટલે જાણવું, સહજ જણાવું તે શુદ્ધ ઉપયોગ છે. પદાર્થ સીમિત છે. જ્ઞાન સત્તા વિશ્વ વ્યાપક છે. | સ્વરૂપથી આત્મા મોહરહિત નિર્વિકલ્પ છે. વિકલ્પોમાંથી સર્વથા મોહનું જવું તે નિર્વિકલ્પતા છે. ઉપયોગને નિર્વિકલ્પતામાં રાખવો તે શ્રેષ્ઠ સાધના છે. તેની પાત્રતા માટે સમતા, સ્થિરતા, ઉપશાંતતા, વીતરાગતા, ઉદાસીનતા, સાક્ષીભાવ કેળવવાના છે.
સત્યદર્શન અદ્વૈત (અભેદ) છે, જગત અદ્વૈત સ્વરૂપ છે. જગતને દ્વૈત (ભેદથી) સ્વરૂપે જોવું તે ભ્રમ દર્શન છે. એક પદાર્થને અવરૂપે જુએ તે ભ્રમજ્ઞાન છે. તેમાં ઉપયોગ ફર્યા કરે તે ભ્રમજ્ઞાન છે. કેવળજ્ઞાનમાં જગત જેવું છે તેવું એક રૂપે ભાસે છે. બીજે સમયે તેમાં ભેદ પડતો નથી, તે જ્ઞાન ફરતું નથી.
આત્માનું સ્વરૂપ સર્વરૂપ છે, જેથી સર્વ જણાય તે પૂર્ણ જ્ઞાન છે. કિંઈક જણાય તે અપૂર્ણ અને અજ્ઞાન છે. આત્મા સિવાયના અન્ય પદાર્થો સર્વરૂપ નથી. કંઈક રૂપ છે તેથી ભેદરૂપ છે. કંઈક છે ત્યાં શક્તિ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org