________________
કેવળજ્ઞાન – નિરાવરણ જ્ઞાન
૨૩૫ જ્યાં કઈ ભેદ) નથી ત્યાં અનંતશક્તિ છે. શૂન્ય એટલે ઉપયોગરહિતતા નહિ, પરંતુ અન્ય પદાર્થ સાથે તાદાભ્ય સંબંધનો અભાવ.
આકાશ ક્ષેત્રથી સર્વવ્યાપક છે, છતાં લોકાકાશમાં અન્ય દ્રવ્યોને અવગાહના આપે છે. અલોકાકાશમાં નહિ, તેથી તે દેશ ક્રિયા છે. આત્મા કેવળજ્ઞાનથી સર્વ વ્યાપક છે. શુદ્ધાત્માની જ્ઞાનક્રિયા દેશક્રિયા નથી, સર્વરૂપક્રિયા છે. અજ્ઞાનપણે આત્માની દેશક્રિયા છે. તેમાં કંઈક જાણવું, કિંઈક કરવું તેવા વિકલ્પો છે. જે રાગદ્વેષાત્મક છે. વિકલ્પો રૂપી દોષોને ટાળવા નિર્વિકલ્પ ધ્યાન જ્ઞાનની સાધના કરવાની છે. અપૂર્ણતા ટાળી પૂર્ણ બનવાનું છે.
આકાશ ધર્મ, અધર્મ દ્રવ્યો અખંડ અરૂપી નિત્ય હોવા છતાં ક્રિયાથી દેશ ભેદ છે જ્યારે પુગલ દ્રવ્ય તો સ્વયં દેશ ભેદ છે. તેના સ્કંધ, દેશ, પ્રદેશ પરમાણુ જેવા ભેદ છે.
જીવ સત્ય સ્વરૂપે પોતાને અનુભવે. પરપદાર્થો જીવના જ્ઞાનસ્વભાવમાં પ્રતિભાસે. તેમાં વિકલ્પ નથી તે વીતરાગભાવ છે. રાગથી જાણવાની ક્રિયા થાય છે. વીતરાગભાવમાં પદાર્થો જણાય છે. કેવળજ્ઞાનમાં જાણવાની ક્રિયા ન હોવાથી તે અક્રિય તત્ત્વ છે.
કેવળજ્ઞાન સત્તા અપેક્ષાએ અનાદિઅનંત છે. નિરાવરણ થતાં સાદિ અનંત છે. તેથી અનુભવ નિરંતર રહે છે. જ્યારે મતિ આદિ અન્ય જ્ઞાન અનુભવ પછી સ્મરણરૂપે બની જાય છે. કેવળજ્ઞાનીને અનુભવ હોય સ્મરણ ના હોય. છદ્મસ્થજ્ઞાનનો અનુભવ સાદિસાંત છે, તે ચાલી જાય છે. પછી સ્મૃતિનો રસ રહે છે.
જ્યાં ભેદ હોય ત્યાં ઔદયિકભાવ અગર ક્ષયોપશમભાવ હોય, જ્યાં અભેદભાવ હોય ત્યાં ક્ષાયિકભાવ અને પરિણામિક ભાવ હોય. જ્યાં ઉપશમભાવ હોય ત્યાં ઔદયિકભાવનો ઉપશમભાવ સત્તામાં હોય. ઉપશમભાવમાં મોહ સર્વથા દબાય છે. ક્ષયોપશમભાવમાં મોહ દબાય છે અને ઉદયમાં આવી ક્ષય થાય છે. સાધકે ક્ષાયિકભાવને પ્રાપ્ત કરવાના ધ્યેયથી સાધના કરવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org