________________
૨૩૬
સ્વરૂપસાધનાનાં સોપાન
જ્ઞાનાવરણીય કર્મનો નાશ થવાથી મતિ આદિ છબસ્થ ચાર જ્ઞાનનો ઉપયોગ ચાલ્યો જાય છે. માત્ર કેવળજ્ઞાનનો ઉપયોગ વર્તે છે. ચારે છદ્મસ્થજ્ઞાન આવરણ સાપેક્ષ છે, તેથી આવરણ નાશ થતાં તે જ્ઞાનનું સ્વતંત્ર અસ્તિત્વ રહે નહિ. વળી કેવળજ્ઞાન પ્રગટ થતાં અન્ય જ્ઞાનની આવશ્યકતા નથી, કારણ કે કેવળજ્ઞાન પૂર્ણજ્ઞાન છે. કેવળજ્ઞાન ક્ષાયિકભાવ છે, તે અપ્રગટ હોય ત્યારે સત્તામાં રહે છે. કેવળજ્ઞાનાવરણીય કર્મનો બંધ અને નિર્જરા થાય. જ્યારે મતિજ્ઞાન - આદિમાં ક્ષયોપશમભાવ હોય. તેથી તેમાં કર્મના બંધ-નિર્જરા વખતે પરિવર્તન હોય.
જ્ઞાન-દર્શનનું લક્ષણ જીવને અન્ય અરૂપી-રૂપી પદાર્થોથી જુદો પાડવાનું છે. યદ્યપિ જ્ઞાન-દર્શન લક્ષણનું લક્ષ્ય આત્માને આનંદ વેદન થાય તે છે. કેવળજ્ઞાનમાં જે વીતરાગતા અને નિર્વિકલ્પતા છે તે જ આનંદનું વેદન છે.
અરૂપીનું લક્ષણ પ્રદેશ સ્થિરતા છે, ધર્મ, અધર્મ, આકાશ અને શુદ્ધ આત્મા અરૂપી છે, જેનું લક્ષણ પ્રદેશ સ્થિરતા છે. પર્યાય અવિનાશી એટલે પર્યાયાંતર થવા છતાં વિકાર નથી. સંસારી જીવે પોતાના આત્મ પ્રદેશોની સ્થિરતા અને પર્યાયને અવિનાશી કરવા કેવળજ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. પહેલે ગુણસ્થાનકે જીવ ગમે તેવા દોષોવાળો હોય તો પણ તેનું સત્તામાં રહેલું કેવળજ્ઞાન નષ્ટ થતું નથી. વળી તે અજીવ નથી થતો તેથી પહેલે ગુણસ્થાનકે રહે છે.
છપ્રસ્થનો વર્તમાન જ્ઞાન-દર્શન ઉપયોગ બીજા સમયે નાશ પામે છે, એટલે આપણે બીજા સમયના ઉપયોગથી જાણીએ છીએ. આવો ક્રમિક ઉપયોગ એ કાળ સાપેક્ષ છે. તે જડ અને અરૂપી છે. વર્તમાન જ્ઞાન-દર્શન ઉપયોગ સાવરણ હોવાથી રૂપી છે. જ્ઞાનાવરણીય કર્મના આવરણ સહિત છે તેથી રૂપી છે. સંસારી જીવનું અરૂપીપણું અને આનંદસ્વરૂપ સર્વથા આવરાયેલું છે. જ્યારે જીવનું ચૈતન્યપણે અંશે પણ ખુલ્લું છે, તેથી જ્ઞાન-દર્શન ક્ષયોપશમરૂપ છે. અપૂર્ણતા શું છે? જે પદાર્થો જાણ્યા તેનાથી ન જાણેલા પદાર્થોનું અસ્તિત્વ હોય, તેથી અપૂર્ણ. વળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org