________________
કેવળજ્ઞાન – નિરાવરણજ્ઞાન
૨૩૭ જે પદાર્થને જાણે છે તે પણ અપૂર્ણ જાણે છે. શેય પદાર્થો લક્ષણભાવરૂપ છે. અભાવરૂપ પદાર્થનું જ્ઞાન ન હોય. વીતરાગતાથી જેમ રાગ ટકી શકતો નથી તેમ જ્ઞાનની અપૂર્ણતા પણ ટકી શકતી નથી.
મોહનીય કર્મના નાશથી વીતરાગતા આવતી નથી. વાસ્તવમાં વીતરાગતાથી મોહનીય કર્મનો નાશ થાય છે. તે જ વીતરાગતા શેષ ત્રણ ઘાતી કર્મોનો નાશ કરે છે. ચગાદિ નાશ થાય તે અરિહંત કહેવાય અરિહંત એ બીજ છે, સર્વજ્ઞ સહિત વીતરાગતા એ તેનું ફળ છે.
મતિજ્ઞાનનો ઉપયોગ દસમા ગુણસ્થાનકને અંતે અવિકારી બને છે. કારણ કે અહીં આવરણ ટકતું નથી. જ્ઞાન નિરવરણ તેરમે ગુણસ્થાનકે બને છે, ત્યારે મતિજ્ઞાન અને મતિજ્ઞાનાવરણીય કર્મ ઉભવનો સંપૂર્ણ નાશ થાય છે. શ્રુતકેવળીનું જ્ઞાન સમ્યગુ છે પણ નિરાવરણ નથી. ચક્ષુદર્શન, અચક્ષુદર્શન દર્શનાવરણીય કર્મ છતાં તે વ્યવહાર દૃષ્ટિથી જ્ઞાનદર્શનનું સાધન છે, કેવળજ્ઞાન થતાં જ્ઞાનાવરણીય સાથે દર્શનાવરણીયનો ક્ષય થાય છે. તેઓને અઘાતી કર્મના ઉદયરૂપ પંચેન્દ્રિય જાતિનું મનુષ્યપણું છે. જગતમાં સુખદુઃખ અને હિંસાદિ જે તોફાન છે, સર્વ મોહાદિભાવના છે. સંશિપંચેન્દ્રિયપણાનો જેમ સાધનામાં લાભ છે, તેમ મોહાદિભાવોનું તોફાન કાર્ય પણ છે. મનુષ્યપણું પામીને મોહનો સર્વથા નાશ થઈ શકે છે. યોગ વડે જે મોહાદિભાવો કરાય છે, તેમ તે યોગ મોહાદિભાવોનો નાશ કરવામાં સહાયક છે. તે માટે પ્રથમ વીતરાગ બનો એટલે કેવળજ્ઞાન પ્રગટ થશે. જ્ઞાનપૂર્ણ નિરાવરણ બનશે. એવી વીતરાગતા લાવવી એ જ આત્મ પુરૂષાર્થ છે, ધર્મ પુરૂષાર્થ છે. - છઠું ગુણસ્થાનક યોગકરણ-ઉપકરણ આશ્રિત છે તેથી પ્રમત્ત ગુણસ્થાનક કહ્યું છે. સાતથી ચૌદ ગુણસ્થાનક ઉપકરણ કે કરણથી અતીત
જ્ઞાન સ્વચ્છ અરીસા જેવું છે, અરીસામાં પ્રતિબિંબ પડે પણ અરીસો બિમ્બ ન થાય તેમ જ્ઞાન યનો સંબંધ છે. જ્ઞાનમાં શેય જણાય પણ જ્ઞાન શેયરૂપ ન બને જ્ઞાન જ્ઞાનરૂપ રહે તેવો નિર્દોષ સંબંધ છે. જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org