________________
૨૩૩
કેવળજ્ઞાન – નિરાવરણ જ્ઞાન
મોહનીય કર્મનો નાશ થવાથી કતપણું, કર્મ, ક્રિયા, પર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનો સંબંધ વિરમે છે. તે ક્ષાવિકભાવ છે. માત્ર કાયયોગ આશ્રિત સંબંધ રહે છે. પણ ત્યાં વૃત્તિ-ભાવ ન હોય, વિકલ્પભાવ ન હોય. માટે ક્ષાયિકભાવ અભેદ છે.
શ્રુતજ્ઞાન શબ્દ, ભાષા, શાસ્ત્ર, મતિજ્ઞાનપૂર્વક થાય. અવધિજ્ઞાનમાં રૂપી પદાર્થો અતિન્દ્રિય જ્ઞાનમાં જણાય છે.
મન:પર્યવજ્ઞાનમાં સંશિ જીવોના પરિણામો - વિચારો જણાય છે. આમ ચારે જ્ઞાનમાં ઉપયોગ મૂકવાથી તે તે પદાર્થોનું જ્ઞાન થાય છે. આ જ્યારે કેવળજ્ઞાનના ઉપયોગમાં સમગ્ર વિશ્વ પ્રતિબિંબિત થાય છે. એટલે અનૈમિત્તિક છે. પૂર્ણ છે.
કાશ્મણ અને તેજસ શરીર, એ ઔદારિક અને વૈક્રિય શરીરને અસર કરે છે, સંયોગપણે આત્મ પ્રદેશને અસર કરી શકે છે. પણ નિશ્ચયથી આત્મપ્રદેશમાં રહેલા કેવળજ્ઞાનને અસર કરી શકતું નથી.
જ્ઞાન સાધન અને સાધ્યરૂપ ઉભય છે. પોતાના જ્ઞાનના પર્યાયો અસાધારણ કારણ છે. તે આત્મામાં લય પામે છે. જ્યારે કર્મ છૂટા પડી જાય છે, યોગ પણ છૂટા પડે છે. ઉપયોગ જે વિકલ્પરૂપ હતો તે નિર્વિકલ્પ થાય છે. મિથ્યામતિજ્ઞાનને કારણે કેવળજ્ઞાન સાવરણ છે. મતિજ્ઞાનની પરમ શુદ્ધતા થતા જ્ઞાન નિરાવરણ બને છે. શુદ્ધ મતિજ્ઞાન તે કેવળજ્ઞાનનો અંશ છે. અભેદ એવા કેવળજ્ઞાનનો શુદ્ધ મતિજ્ઞાન એ અંશ છે. સજાતીય ઉપચરિત અંશ છે.
જગત વિજાતીય અંશ છે. જગત શેયરૂપ છે. મતિજ્ઞાન જ્ઞાનાંશ છે, જગત શેયાંશ છે. પરદ્રવ્ય સજાતીય (ચેતન) કે વિજાતીય હોય બંને શેય કહેવાય. પરદ્રવ્ય હંમેશાં શેયાંશ કહેવાય. શેય પદાર્થ અને જ્ઞાન જુદા છે. તેથી જ્ઞાન જ્ઞાનને વેદે. કેવળજ્ઞાની જ્ઞાનને જાણે નહિ પણ અનુભવે. જો જાણે તો સનો અભાવ થાય. ઉપદેશ એ વચનયોગ છે. કેવળજ્ઞાન નથી.
જે અક્રિય પદાર્થ છે તેમાં અનંત શક્તિ છે. (ચેતન)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org