________________
૨૩૨
સ્વરૂપસાધનાનાં સોપાન વર્તે છે, તે જોતા નથી. મન અને આત્માને ઘાતકર્મોમાંથી છોડાવવાનાં છે. કેવળજ્ઞાન એ કોઈ કર્મનો ઉદય નથી પરંતુ તેને બાધક એવાં ઘાતી કર્મોનો સર્વથા નાશ છે.
આત્મા કેવળજ્ઞાનથી ત્રિકાળ અભેદ જ છે. બાકીનાં ચાર જ્ઞાન સાથે આત્મા અભેદ નથી, કારણ કે એ ચાર જ્ઞાન ક્રમિક છે. તરતમતાવાળા હોવાથી ભેદરૂપ છે. સાદિસાંત અવસ્થાવાળા છે. સમયાંતરે ઉપયોગવાળા છે. કેવળજ્ઞાન અદ્વિતીય, અભેદ, અક્રમિક, નિત્ય, સમકાલીન છે. મન અને બુદ્ધિ જ્ઞાન પ્રધાન છે તે અસત્ છે. માટે સત્ અને અસનું સ્વરૂપ બરાબર સમજવું.
પુદ્ગલદ્રવ્ય ભેદ-દ્વૈત છે. પોતાના સ્વરૂપમાં રહીને પરિવર્તન-ક્રમિકતા પામે છે. વળી પૂરણ-ગલન, સંયોગ-વિયોગથી ભેદ પામે છે. જોકે પોતાના સ્વભાવથી જાત્યાંતર થતું નથી તેથી પુદ્ગલરૂપે સ્વયં અદ્વૈત-અભેદ છે. આત્મા મૂળ સ્વભાવ અને શુદ્ધતાના સ્વરૂપે અદ્વૈત-અભેદ છે. પુદ્ગલ દ્રવ્ય જેમ જેમ પર્યાયાંતર થાય તેમ તેમ ભૂત-ભવિષ્યવત્ પર્યાયનું કામ ન આપી શકે, પરંતુ વર્તમાનવત્ પર્યાયનું કામ આપી શકે. - સિદ્ધ પરમાત્મામાં જેવી અપૂર્વતા છે, તેવી કોઈ પણ અન્યમાં નથી. અરિહંત પરમાત્માને માત્ર વીતરાગતા, નિર્વિકલ્પતા, કેવલ્યથી વિચારવા નહિ. સાથે આઠ પ્રાતિહાર્ય અને સમવસરણથી પણ માહાસ્ય લેવું. જેથી જીવનો ઐશ્વર્ય આદિનો અહંકાર શમે.
આત્માનું જ્ઞાનસ્વરૂપ જે અસતુ પર્યાયોથી બંધાયેલ છે, તેનાથી મુક્ત થવા સત્ સ્વરૂપનું જ્ઞાન પામીને તે જ્ઞાનને ક્રિયાત્મક બનાવીને જ્ઞાનની સતુ પર્યાયોમાં - કેવળજ્ઞાન લેવાનું છે. મારું જ્ઞાનસ્વરૂપ સહજ ક્રિયારૂપ પોતાના ગુણ કાર્યમાં અન્યની સહાય નહિ, ટેકો નહિ, તે અનૈમિત્તિક, સ્વાધીન સહજ ક્રિયા, વસ્તુત્વરૂપે દ્રવ્યની કહેવાય. સાધકે આવી જ્ઞાનધ્યાન સહજ ક્રિયામાં રહેવું. પર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને છોડીને સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાં રહેવું. તે માટે કાયોત્સર્ગ જેવા સાધનો આપ્યા છે. ઉપયોગનો પુરુષાર્થ શુદ્ધ ઉપયોગ વડે કરવો એ કેવળજ્ઞાનની સાધના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org