________________
કેવળજ્ઞાન – નિરાવરણજ્ઞાન
૨૩૧ - - મોહનીય કર્મનો ક્ષયોપશમ થવાથી જે આનંદ આવે છે તે ગુણ નૈમિત્તિક છે. કષાયની મંદતાનો છે. દોષના જવાથી જે આનંદ આવે છે તે અતિન્દ્રિય આનંદનો અંશ માત્ર છે.
૦ પૂર્ણતાએ હું સર્વ છું અપૂર્ણતાએ હું કંઈ નથી.
કેવળી ભગવંતનું વિશેષણ સર્વજ્ઞ છે. અનંતજ્ઞાન નથી એ તો લબ્ધિ છે. અનંત કરતાં સર્વ વધી જાય છે. અનંત કઈ બની શકે નહિ. અનંતના અનંત ભેદો છે, તેથી તે સર્વ નથી. અનંત સર્વમાં સમાય છે. સર્વમાં કિંઈ ભેદ નથી.
પરમાર્થથી કેવળજ્ઞાન સ્વરૂપ તું છું, જે ટળી શકતું નથી. વ્યવહારથી મતિ આદિ જ્ઞાનપણે તું છું. તે જ્ઞાનો ટળવાવાળા છે. ક્ષાવિકભાવ પરમાર્થથી આત્માનો ગુણ નથી કર્મની નિર્જરા સાપેક્ષ ગુણ છે. કર્મનો ક્ષય થાય છે. સ્વરૂપનો ક્ષય થતો નથી. તેથી કેવળજ્ઞાન અક્ષય છે. જ્ઞાનનું નિરાવરણ થવું તે અક્ષયપણું છે. મોક્ષ પણ બંધ સાપેક્ષ છે. કર્મનું સર્વથા ક્ષય થવું તે મોક્ષ છે. બંધરહિતપણું તે મોક્ષ છે.
કેવળજ્ઞાન થવા માટે દ્રવ્ય ક્ષેત્ર કાળનું બંધન નથી. અપેક્ષાએ સાધુજનોને થાય અને ગૃહસ્થ સાધકને પણ થાય. કેવળજ્ઞાનનું સાધન ભાવશુદ્ધિ છે. જેને માટે બળવાન સંયમ જરૂરી છે. જેના વડે પરિણામ વિશુદ્ધ થાય છે. વળી સમ્ય પ્રકારના જ્ઞાનધન વડે જ્ઞાનનો ક્ષયોપશમ કરી જ્ઞાનાચારનું સેવન કરી આત્મબળ વડે મોહનીયના ભાવોને ક્ષીણ કરવાના છે. પરિણતિને આત્મસાત કરવાથી કેવળજ્ઞાન પ્રગટે છે.
કર્મના ક્ષયોપશમભાવથી થતું જ્ઞાન હોજના પાણી જેવું છે. પુનઃ પુનઃ ભરવું પડે. કેવળજ્ઞાન પાતાળકૂવાના પાણી જેવું છે. એક વાર માટી દૂર કરી કૂવાનું પાણી નીકળ્યું કે પછી અંદર પાણીનાં ઝરણાં ફૂટ્યા જ કરે, જ્ઞાન નિરાવરણ થયું, તે કેવળજ્ઞાન છે. સદાય એક જ ધારાએ રહે છે.
જીવને કર્મના ઉદયમાં ઘાતકર્મો પર દૃષ્ટિ છે. દેહ આદિમાં શાતા વર્તે છે, તેના તરફ દૃષ્ટિ છે. પણ ઘાતકર્મના ઉદયથી મોહનીય કેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org