________________
૨૩૦
સ્વરૂપસાધનાનાં સોપાન જાણો પણ તેની સાથે કોઈ પ્રયોજન નહિ. જ્ઞાન-જ્ઞેયનો સંબંધ ખરો પણ તેમાં સુખનો કોઈ સંબંધ નહિ. શેય વડે જ્ઞાન નહિ, શેય તો નિમિત્તમાત્ર છે. શાન જ્ઞાન વડે જ છે. જ્ઞાન લક્ષણ છે. તેનું લક્ષ્ય - અનુભવજ્ઞાન છે.
મતિજ્ઞાન છદ્મસ્થનું અપૂર્ણ હોવા છતાં, પૂર્ણ બની શકે છે. મતિજ્ઞાન એટલે ભેદયુક્તજ્ઞાન, અપૂર્ણજ્ઞાન, વૈકલ્પિક જ્ઞાન, સાવરણજ્ઞાન, તેથી શ્રુત કરતાં મતિજ્ઞાનનું માહાત્મ્ય છે. પાંચે જ્ઞાન જ્ઞેય પદાર્થો સાથે સંબંધ રાખે છે. મતિજ્ઞાન જ્ઞેય પદાર્થોને જાણે છે, પણ શ્રુતજ્ઞાન તે પદાર્થોને ભાષા દ્વારા વ્યક્ત કરે છે. પાંચે જ્ઞાન સજાતીય છે. મતિજ્ઞાનનો ઉપયોગ શુક્લ ધ્યાન સુધી લઈ જાય છે, પણ અવિધ કે મનઃપર્યવજ્ઞાન શુક્લ ધ્યાનનું સાધન નથી બનતા. શ્રુતજ્ઞાન વડે મતિજ્ઞાન કેળવાય છે, માટે તેનું માહાત્મ્ય છે. અપેક્ષાએ અવાજ વગરનું જગત હોય પણ, દૃશ્ય વગરનું જગત ન હોઈ શકે.
મતિ શ્રુત, અવધિ અને મનઃપર્યવજ્ઞાન જાણવાની ઇચ્છા અને જાણવાની સક્રિયતાવાળા છે. ક્રિયાએ જ્ઞાનનું સ્વરૂપ નથી, ક્રિયા કૃત્રિમ છે. અક્રિયતા જ્ઞાનનું સ્વરૂપ છે. જાણે પણ કરે નહિ, તેવું જ્ઞાતાદ્રષ્ટાપણું જીવનું સ્વરૂપ છે.
મતિજ્ઞાનના ઉપયોગ વડે શેય પદાર્થમાં આપણો ઉપયોગ તદાકાર બની જાય છે. ઉપયોગની ધારા તો સનાતન સ્ફુરિત છે, પરંતુ તેમાં શેયાકારો પરિવર્તન પામે છે તેથી તે ઉપયોગ ચંચળ વિનાશી છે. જીવને શાનનું શુદ્ધ સ્વરૂપ સમજમાં આવે તેમ પ્રયત્નશીલ રહેવું જોઈએ, તો જ્ઞાનાનંદની અનુભૂતિ થાય. પણ શેયાનંદમાં અટકી જઈએ છીએ તે અનાદિનો સંસ્કાર છે. જ્ઞાનાનંદ પુણ્યપાપ નિરપેક્ષ છે, શેયાનંદ પુણ્યપાપ સાપેક્ષ છે.
મિથ્યાત્વાદિ કર્મબંધના રસભાવો છે. અલ્યાધિક રસ પડે કર્મનો કાળ નક્કી થાય છે, જ્યારે કેવળી ભગવંત નિષ્કષાય હોવાથી શાતાનો બંધ રસભાવ એક જ સમયે ઉદયમાં આવીને ભોગવાઈ જઈ નિર્જરી જાય છે.
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org