________________
૨૫
સરતિ ઇતિ સંસાર થયા તો વીતરાગતા નહિ આવે. અને કેવળજ્ઞાન નહિ પ્રગટે.
ચૌદપૂર્વનું જ્ઞાન હોવા છતાં આંશિક ઊણપથી જો સુખદુઃખના કંથી મુક્ત ન થાય તો કેવળજ્ઞાન ન પ્રગટે. કારણ કે સુખદુઃખ ઉપર દેહભાવનો પ્રતિબંધ લાગેલો છે. જે સંસારનું કારણ છે.
દેહમાં રહીને દેહથી મુક્ત થવાનું છે, તો અજન્મા થવાય. દેહથી મુક્તિને બદલે મરણ પામી મુક્ત થઈએ તો નવો જન્મ થવાનો છે. એમ સંસારચક્ર ચાલ્યા કરે છે.
સંસારમાં સુખદુઃખના પ્રસંગો અનેક બનતા હોય છે. મનોયોગમાં મન જે સમયે જે સુખ કે દુઃખનું સ્મરણ કરે તે પ્રમાણે સુખદુ:ખનું વેદન કરે છે. અજ્ઞાન અને મોહને કારણે મન એક ક્ષણમાં એક દ્રવ્યમાંથી બીજા દ્રવ્યમાં દ્રવ્યાંતર થાય છે, ભાવથી ભાવાંતર થાય છે. ક્ષેત્રથી ક્ષેત્રમંતર થાય છે. છતાં ‘ભાંગ્યું તોપણ ભરૂચની જેમ મન પૂર્ણજ્ઞાનના અવશેષરૂપે શક્તિપણે રહે છે. મનનું મૂળ (આધાર) આત્મા છે. જે નિત્ય છે, અવિનાશી છે. સંપૂર્ણ છે. તેના સંચારથી મનનું પણ સામાÁ છે. એનું વહેણ બદલાય, અને મન જો માની જાય, આત્મભાવમાં લય પામે તો ન” મન થઈ નમનને યોગ્ય બને છે. જ્યાં સંસાર સમાપ્ત થાય.
ભોગબુદ્ધિ કે સુખબુદ્ધિ એ સંસારીના રંગ-રૂચિ છે. સંસારીને અર્થ અને કામમાં રંગ-રૂચિ છે. જેમ સડી ગયેલી કેરીમાં કેરીના સ્કંધ પર્યાયો છે પરંતુ તે વર્તમાનમાં આહારને યોગ્ય નથી. તેમ સંસારી જીવ જે કર્મનો ભોક્તા છે. તેને માટે ભૂત-ભવિષ્ય કાળના પર્યાયો અભોગ્ય છે. દરેક વર્તમાનની અવસ્થા નાશ પામીને ભૂતકાળ બને છે તેથી અપેક્ષાએ પરમાર્થથી તે અસત્ છે. સડેલી કેરીની સુંદરતા ભૂતકાળ બને છે, તેમ સમજવું.
પોતાની ભૂલથી અને પરદ્રવ્યના નિમિત્તથી સંસારી જીવ વિકારી સ્વરૂપને વેદે છે. જીવ સદ્દગુરુયોગે પોતાની ભૂલ સુધારે તો વિકારીપણું જાય. વિકાર સામાન્યતઃ પોતાની મેળે જતાં નથી. આપણા દુઃખનો દોષ આપણે બીજાને આપીએ છીએ, પરંતુ ભૂલ તો જીવની પોતાની હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org