________________
હાર્દિકતાનો અનુભવ કરાવ્યો. તેમના અવસાનના ફક્ત સાતેક દિવસ પહેલાં ધ્રાંગ્રધા તેમના દર્શનાર્થે જવાનું થયું. અમે જેવા તેમની પાસે પહોંચ્યા તેવા જ બીમારી ભૂલી ગયા. ટેકો દઈને બેઠા અને જાણે અંતિમ સ્વાધ્યાયરૂપે સંદેશો આપી દીધો.
પામવા જેવું સ્વરૂપાનંદ છે. આ દેહ જર્જરિત થાય તો પણ તેમાં પરમાત્મ સત્તા મોજૂદ છે. તે પ્રત્યે દૃષ્ટિ કેળવો, આત્મભાવને ઓળખો, આરાધો, સંસારથી મુક્તિ પામવાનો એ ઉપાય છે. તેને માટે દેવ-ગુરુજનો પ્રત્યે ભક્તિભાવ કેળવો. જીવો પ્રત્યે પ્રેમ કેળવો બીજું શું લઈ જવાનું છે ? આત્મા જ સ્વયંભૂ છે. સર્વસ્વ છે. તમારા અને સીમાં રહેલા આત્માને જ ઓળખો અને આરાધો.” ત્યાર પછી ૧૮ ફેબ્રુઆરી ૧૯૯૮માં તેમનો દેહવિલય થયો. સ્વચ્ચ જીવનકાળમાં આવું જીવનભાથું તો તેમણે કલાકો સુધી આપ્યું હતું. તેમના જ ઉદ્ગાર દ્વારા આ પુસ્તકનું સંકલન કરવાનું થયું તે ધનભાગ્ય માનું છું. તેમની ખોટ તો પુરાય તેમ નથી પરંતુ તેમણે જે કંઈ જ્ઞાન-સમૃદ્ધિ આપી તે દ્વારા આપણે જીવન સાર્થક કરીએ.
એ હાર્દિક ભાવાંજલિ સાથે અર્પણ
પ્રસ્તુત પુસ્તક તેમનું જ છે, તેમને અર્પણ કરી ઋણમુક્ત થવાનો આંશિક પ્રયાસ કર્યો છે. તેમના પરિચિત મિત્રો આ લેખનને આવકારીને પોતાના અર્પણભાવથી સાદ પુરાવશે તેવી શુભભાવના સાથે વિરમું છું. લેખન તો બરાબર ૧૮ ફેબ્રુઆરીએ પૂરું કર્યું હતું. પણ છાપકામમાં ધાર્યા કરતાં વધુ સમય ગયો. જોકે એમના કથનના ઉદ્ગારો એવા ઉદાત્ત અને તાત્ત્વિક છે કે તેની સાથે સમયનું બંધન શું હોય? જેમનું છે તેમને અર્પણ હો.
સુનંદાબહેન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org