________________
તત્ત્વચિંતક સ્વ. પૂ. શ્રી પનાભાઈનું વિરલ વ્યક્તિત્વ
સ્વ. પૂ. શ્રી પનાભાઈનો જન્મ ૨૫ ફેબ્રુઆરી ઈ.સ. ૧૯૨૧માં વાંકાનેરમાં થયો હતો. તેમનું વતન ધ્રાંગધ્રા હતું. હીરાની ખાણમાંથી જેમ ચમકતો હીરો બહાર આવે તેમ તેઓ બાલ્યવયથી કુશાગ્ર બુદ્ધિ અને મેધાવી પ્રતિભા સંપન્ન હતા. સવિશેષ પૂર્વની આરાધનાના બળવાન સંસ્કાર પણ ખરા. તેમાં યોગાનુયોગ સાધુ મહાત્માના પરિચયમાં ઉપધાન તપની આરાધના કરી અને આત્મશક્તિનું વહેણ પ્રગટ કર્યું.
આજીવન બ્રહ્મચારી રહીને તપશ્ચર્યા સાથે સવા ક્રોડ “અહિં મંત્રનો જાપ કર્યો. જેના પરિણામે જ્ઞાનવિકાસનાં દ્વારા ખૂલી ગયાં. કોઈ પાઠશાળાના અભ્યાસની જરૂર ઊભી ન થઈ. પરંતુ આત્માની અંતસ્કુરણાઓમાં તત્ત્વ ઘૂંટાતું ગયું. તેમાં દ્રવ્યાનુયોગનો, કેવળજ્ઞાન જેવા ગહન વિષયનો પંચાસ્તિકાયના સૂક્ષ્મ રહસ્યોનો જાણે ધોધ વરસી રહ્યો. સાથે સાથે અન્યદર્શનનું તુલનાત્મક માર્મિક ચિંતન, નયવાદ તથા તત્ત્વનું ચિંતન, કથન, પ્રવચન, સાહજિક પ્રગટ થતું જેનો લાભ સત્સંગીઓ સાધુ મહાત્માઓ અને સાધ્વીજનો લેતાં હતાં.
તેઓ એકાંતમાં કલાકો સુધી ચિતન ધ્યાન કરતા. તે પ્રમાણે કલાકો સુધી પ્રવચન કરી શકતા. તેમાં તેમનું વાત્સલ્ય અને સમજાવવાની શૈલીથી ગહન વિષયો પણ સરળ બની રહેતા. તેમાં વળી કેવળ શબ્દાર્થ નહિ પણ ભાવાર્થ, તત્ત્વાર્થ, પરમાર્થ, લક્ષ્યાર્થ એમ અનેક રીતે પદાર્થના મૂળ સુધી જવાનો તેમનો ક્ષયોપશમ અને મૌલિકતા આશ્ચર્યજનક હતાં. છતાં કહેતા આ કંઈ નવું નથી. સર્વજ્ઞ પરમાત્માએ જે આપ્યું તેને પ્રગટ કરવાનો આ અવસર છે. તે મારા-તમારા સૌમાં છે. તેમાં પણ કેવળજ્ઞાન અનુપ્રેક્ષામાં તો અદ્ભુત પદાર્થો ખોલ્યા છે. કેવળજ્ઞાન ઉપર આટલી વિશદતાથી ચિંતન થવું અને વ્યક્ત થવું તે તેમની આગવી શક્તિ જ છે. ને આજે તેઓ આપણી વચ્ચે પાર્થિવ દેહે નથી પણ અક્ષરદેહ વડે આપણને ખૂબ ઉપકારી છે. અંતસમયની બીમારીમાં પણ તેમણે આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org