________________
આનંદ છે. – મંગળ હો
૧. સૌ પ્રથમ દેવગુરુના અનુગ્રહે આ તાત્ત્વિક ગ્રંથને આકાર આપવાની પ્રેરણા મળતી રહી છે. અને વિદ્યમાન આચાર્ય ભગવંતો દ્વારા ગ્રંથોને આવકાર મળ્યો છે. પૂ. વિજ્ય કલાપૂર્ણસૂરિ મ. સા. તો કહે છે કે તત્ત્વની પ્રાપ્તિ કરો અને જિજ્ઞાસુઓને વહેંચો. જ્ઞાનની વૃદ્ધિ થશે. જે ભવનાશકનું પ્રબળ સાધન છે. તે સૌની ઋણી છું.
૨. પ્રસ્તુત પુસ્તકમાં પ્રથમ તો સ્વ. પૂ. પનાભાઈની આભારી છું કે જેમણે મારા પર વિશ્વાસ મૂકી મને કંઈ કરવાનું સૂચન આપી આવા ગ્રંથની રચનાની પાત્રતા આપી. તેમના આ નિર્દોષ સ્નેહને હૃદયમાં ધારણ કરું છું.
૩. સ્વ. બંસીભાઈ કાપડિયા જેમણે ખૂબ પરિશ્રમ કરી ફાઈલો તૈયાર કરી હતી. ૪. અમારા આનંદ સુમંગલ પિરવારની બહેનો જેમણે સુંદર રીતે ઉતારા કરી આપ્યા. જેને કારણે કઠિન લેખન પણ હળવું બન્યું. તે બહેનોનો શુભ ભાવ મારી મૂડી છે.
૫. આ પુસ્તકમાં જુદી યાદીમાં જણાવ્યા પ્રમાણે ધ્રાંગધ્રાના સંઘ, અમેરિકાના, અમદાવાદના, સત્સંગી મિત્રોએ અર્થ-સહયોગ આપ્યો છે. પંદર વર્ષથી આ સહયોગ અવિત૨૫ણે જળવાઈ રહ્યો છે. પુસ્તક છપાઈને પ્રસિદ્ધ થાય તે પહેલાં જ તેઓ અગાઉથી ગ્રંથને વધાવી લે છે, એ તેમનો મારા તરફનો સદ્ભાવ છે. શ્રુતજ્ઞાન પ્રત્યે તેમની પ્રીતિ છે. તેમને ધન્યવાદ આપું છું. ૬. આ પહેલા વૈકાલિક આત્મવિજ્ઞાનનું સંકલન કર્યું ત્યારે પૂ. ભાઈની જન્મ
અને નિધન ભૂમિ છે તે ધ્રાંગધ્રાના જૈન શ્વે. મૂ. પૂ. તપાગચ્છ સંઘનો પણ અર્થ સહયોગ મળ્યો હતો. અને આ પુસ્તકમાં પણ તેમણે ઉદાર સહયોગ આપ્યો છે. તેમની ઉદારતાનું અભિવાદન કરું છું.
૭. પુસ્તકના પ્રેસ કાર્ય અને લખાણને તપાસી જવાની તથા સમયસર પુસ્તક છપાવવાની જવાબદારી માટે તે તે મુદ્રણાલયને ધન્યવાદ આપું છું. ૮. અને મારા વાચકવર્ગના સન્મિત્રો કે જે આવા ગ્રંથનો સભાવપૂર્વક મને સ્મરણમાં રાખીને વાચન કરે છે તે સૌના હાર્દિકભાવોને મારા અંતઃકરણમાં ઝીલી આનંદ વ્યક્ત કરું છું.
સૌના સદ્ભાવથી આ સઘળું લેખન શક્ય બન્યું છે. તેમના પ્રત્યેનું ઋણ ચૂકવવાનો આ અવસર માનું છું અને ધન્યતા અનુભવું છું. જીવનમાં આવા ઉત્તમ સાધક, ચિંતક અને જ્ઞાનીજનોનો સંપર્ક, માર્ગદર્શન મળે છે જેથી જીવનનાવને મુક્તિના માર્ગે જવાની સરળતા સાંપડે છે.
સુનંદાબહેન
Jain Education International
وا
For Private & Personal Use Only
www.jainelibrary.org