________________
૨૧૦
સ્વરૂપસાધનાનાં સોપાન સાથે વિકલ્પરહિત બનતો જશે. જે ઉપયોગમાં લેશ પણ પરપણું નથી, પરની (કર્મપ્રકૃતિના ઉદયની અસર ન હોય તેને “સ્વ” કહેવાય. પુગલ દ્રવ્યથી સર્વથા રહિતપણું તે પરમ સિદ્ધાવસ્થા છે. અરિહંત પરમાત્માનો ઉપયોગ કષાયરહિત હોવાથી શુદ્ધ છે. છતાં આત્મપ્રદેશો અઘાતીકર્મોના કારણે દેહસંબંધવાળા છે. તેટલી કર્મોની મલિનતા છે.
આત્માના પ્રદેશો દ્રવ્યરૂપ છે. અને આત્માનો જ્ઞાનદર્શન ઉપયોગ એ ભાવરૂપ છે અર્થાત્ તે ગુણ-પર્યાય છે. આનંદ આત્માનો શુદ્ધ પર્યાય છે. સુખદુઃખ ઉભયનું વદન તે આત્માનો અશુદ્ધ પર્યાય છે.
વીતરાગતા આત્માનો શુદ્ધ પર્યાય છે. આત્માના જ્ઞાનદર્શન ઉપયોગમાં પર પદાર્થો - પુદ્ગલદ્રવ્યોના સ્કંધ કે પરમાણુ સાથે લેશ માત્ર પ્રયોજનયુક્ત સંબંધ નથી, તેથી વીતરાગતા શુદ્ધ પર્યાય છે.
આમ ઉપચરિત સત્યમાં પરમાર્થ શું છે તેનું આપણને અજ્ઞાન હોય છે. એટલે આપણે તેના ભાવોને સમજી શકતા નથી. કેવળજ્ઞાનીને સર્વજ્ઞ કહેલ છે. અનંત નથી કહ્યા. અનંત અનંત ભેદે છે. જ્યારે સર્વજ્ઞતા એકભેદે છે. સર્વ સર્વજ્ઞોનું કેવળજ્ઞાન સમાન છે.
કેવળજ્ઞાનમાં ભૂત-ભવિષ્ય નથી છતાં કેવળજ્ઞાનમાં અનંત ભૂતકાળઅનંત ભવિષ્યકાળ જણાય છે તેમ આપણે ઉપચારથી કહીએ છીએ. કેવળજ્ઞાનીને કશું જાણવા જવું પડતું નથી. પરંતુ કેવળજ્ઞાનમાં સમસ્ત વિશ્વ જણાય છે.
આત્માના પ્રદેશો આકાશાસ્તિકાયમાં રહેલા છે. પણ કેવળજ્ઞાન તો આત્મપ્રદેશોમાં રહેલ છે. આકાશ સ્વયંભૂ છે. કોઈના આધારે નથી. બીજાં દ્રવ્યો આકાશના આધારે રહ્યાં છે. આમ આકાશાસ્તિકાય (લોકઅલોકરૂપે) વ્યાપકતાથી મહાન છે. આત્માનું કેવળજ્ઞાન શક્તિકાર્યથી મહાન છે. સર્વેને પોતામાં પ્રતિબિંબિત કરાવે છે.
કેવળજ્ઞાન એટલે સંસારભાવ, મોહભાવ, અજ્ઞાનનું સર્વથા મૃત્યુ, અભાવ. જ્ઞાનથી શેયને – પદાર્થોને જાણો છો, ભણો છો તેને બદલે જ્ઞાનથી જ્ઞાનને જાણો ભણો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org