________________
૨૧૧
કેવળજ્ઞાન - નિરાવરણશાન
જે જ્ઞાનનું વિશેષણ સત્ છે તેના આનંદનું વિશેષણ પણ સત્ છે. સચિદાનંદ સ્વરૂપમાં જેમ કેવળજ્ઞાન સત્ છે તેમ આનંદ પણ સત્ છે. જ્ઞાન એ આત્માનો પરમભાવ છે. અને આનંદ આત્માનો પરમ પરમભાવ છે. સાવરણ દશામાં પણ જ્ઞાનને કારણે આત્મા જડથી જુદો જણાય છે. પરંતુ સાવરણ દશામાં તે સુખદુઃખનો અનુભવ કરે છે. કેવળ આનંદમય રહેતો નથી. નિરાવરણ જ્ઞાનમાં પૂર્ણ આનંદરૂપ હોવાથી આનંદ એ પરમ પરમભાવ છે. કેવળજ્ઞાન આત્મ પ્રદેશે નિરાવરણ છે. આત્માના પ્રદેશોમાં બદ્ધ સંબંધે ચારે અઘાતી કર્મો વર્તે છે. જે પ્રદેશોને બંધન કરે છે, પરંતુ તે કેવળજ્ઞાનને બંધન કરતા નથી. માટે દેહના સાધન વડે સંયમ સાધીને, મનને એકાગ્ર કરીને આત્માના પ્રદેશો પર સ્વરૂપદૃષ્ટિ કરવાથી આત્માના નિરાવરણ - કેવળજ્ઞાન સાથે ઉપયોગ જોડાય છે. ત્યારે આત્મનિધિપૂર્ણજ્ઞાન - આનંદ પ્રાપ્ત થાય છે.
આત્માને શુદ્ધ સ્વરૂપને દ્રવ્યાનુયોગ દ્વારા જાણીને તેનું ચિંતન કરી. સંયમયુક્ત થઈ, આત્મપ્રદેશોમાં એકાગ્રતા કરવાની છે. જે દ્વારા સ્વરૂપને નિરાવરણ કરી શકાય. આ અંતરની સૂક્ષ્મક્રિયા છે.
આત્મા અગુરુલઘુ એટલે સ્વસ્વરૂપે ટકે છે. પુદ્ગલદ્રવ્ય ગુરુલઘુ ભારે હલકું બદ્ધ સંબંધે દેહ એ આત્માને બોજારૂપ છે. એ બંધનથી છૂટવા મોક્ષ માર્ગ છે.
જીવ જેમ સંસારી અને સિદ્ધ છે તેમ જડ દ્રવ્યો પણ સચિત અને અચિત છે, સ્થૂલ છે, સૂક્ષ્મ છે. સચિત્તપણે આત્માના પ્રદેશો દેહ સાથે ક્ષીર-નીરની જેમ જોડાયેલા છે. તે જીવ અને પુદ્ગલનું બદ્ધ પરિણમન છે, તે સચિત્ત છે. પુદ્ગલ સ્કંધોનું છૂટા રહેવું અચિત પરિણમન છે.
મનાદિ યોગ છે પુગલદ્રવ્યના, અને મળે સંસારી જીવને. સંસારી જીવને દેહમાં જીવવા માટે એ સાધન છે. તે દ્વારા તે શુભાશુભ પ્રવર્તન કરે છે. મિથ્યાત્વ આદિ જીવના અશુદ્ધ ભાવો છે. સમ્યકત્વ આદિ જીવના શુદ્ધ ભાવો છે. વિકારથી જીવ રાગવંત બને છે. રાગથી આસક્તિ ઊપજે છે. મિથ્યાત્વ આદિ કષાયભાવ એ જીવનો ઉપયોગ છે. યોગ એ સ્વભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org