________________
કેવળજ્ઞાન
નિરાવરણજ્ઞાન
૩. વીતરાગતા
સર્વ વસ્તુ જણાવા છતાં નિર્લેપતા.
જ્ઞાનનો સંબંધ જેટલો પરક્ષેત્રે જ્ઞેય સાથે સિદ્ધ થાય છે તેનાથી અધિક આપણે જ્ઞાનનો સંબંધ સ્વક્ષેત્ર આનંદ સાથે સિદ્ધ ક૨વો જોઈએ. આનંદ એ જ્ઞાનનું સ્વપ્રતિનું કાર્ય છે. ફળ છે.
કેવળજ્ઞાન નિરાવરણ હોવાથી અનાદિઅનંત છે. કાળાતીત છે. છદ્મસ્થના મતિ આદિ ચારે જ્ઞાન ક્ષણિક છે. સાદિસાંત છે. છદ્મસ્થનો ઉપયોગ જ્ઞાનાવરણીય કર્મ સાપેક્ષ છે. કર્મપ્રકૃતિનો બંધ અને ઉદયકાળ એક સમયનો અને સત્તાકાલ અંતર્મુહૂર્તથી માંડીને સિત્તેર કોડાકોડી સુધીનો છે. છદ્મસ્થનો ઉપયોગ ક્ષણિક છે તે પુદ્ગલ નૈમિત્તિક છે. આત્માના પ્રદેશો સ્થાનાંતર થાય છે. તે પુદ્ગલ નિમિત્તે છે. આવું નૈમિત્તિકપણું સિદ્ધ પરમાત્મા અશરીરી હોવાથી ઘટતું નથી. તેથી તેઓનો ઉપયોગ અવિનાશી અને આત્મપ્રદેશો પરમ સ્થિર છે.
૨૦૯
=
ચારે ઘાતીકર્મોના સંબંધે જીવનો જ્ઞાન ઉપયોગ વિનાશી કહેવાય છે. ઘાતીકર્મોનો સર્વથા નાશ થતાં મતિજ્ઞાનનો ઉપયોગ કેવળજ્ઞાનરૂપ બનીને અવિનાશી બને છે. મન:પર્યવજ્ઞાન જેવો દિવ્યજ્ઞાનનો ઉપયોગ પણ પ્રથમ ક્ષણે સ્વ અને બીજી ક્ષણે ૫૨ બને છે; તો પછી પરદ્રવ્યોમાં સ્વબુદ્ધિ કરવી એમાં કયું શાણપણ છે ?
અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન અતિન્દ્રિય જ્ઞાન હોવા છતાં તેના ઉપયોગકાળે કેવળજ્ઞાન ન થાય. મતિ-શ્રુતજ્ઞાનના ઉપયોગ કાળે ક્ષપકશ્રેણિ માંડી શકાય છે. માટે આ ઉભયજ્ઞાનમાં વિશેષ જાગ્રતપણે શુદ્ધીકરણ કરવાનું છે. ક્ષપકશ્રેણિથી કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. ક્ષપકશ્રેણિ સાદિસાંત છે. તેનો પ્રારંભ થાય છે. કાર્ય સિદ્ધ થતાં તે શમી જાય છે. આત્મસ્વરૂપે આત્મપ્રદેશો સ્થિર છે, અને ઉપયોગ અવિનાશી છે. મનાદિ યોગના સંયોગે આત્મપ્રદેશોમાં કંપન થાય છે, તેથી ઉપયોગ અવિનાશી કહેવાય છે.
Jah Education International
આત્મપ્રદેશોની સ્થિરતા માટે કાયોત્સર્ગ કહ્યો છે. એ સાધનાકાળમાં વ્યવહારથી પણ જેટલું સ્થિ૨૫ણું આવશે તેટલો ઉપયોગ સ્થિર બનશે.
For Private & Personal Use Only
www.jainelibrary.org