________________
૨૧૫
કેવળજ્ઞાન – નિરાવરણશાન પૂર્ણ તત્ત્વ અકર્તારૂપ છે તેથી પૂર્ણ કહેવાય.
દયા, દાન, પરોપકારાદિ વ્યવહારધર્મોનું સેવન કરવા છતાં સંસારી જીવો સ્વરૂપથી અકર્તા છે. તેવું લક્ષ્ય રાખીને કર્તુત્વપણું ત્યજવાનું છે. ત્યાગ એ વ્યવહાર છે. સમજણ, દૃષ્ટિ, જ્ઞાન તે નિશ્ચય છે.
જીવસ્વરૂપે દેહ એ પરદ્રવ્ય છે. વળી અન્ય દ્રવ્યોની સહાય વગર દેહ ટકતો નથી. સાંયોગિક પદાર્થ છે તેથી તે વિનાશી છે. દેવોને દેહની સ્વાધીનતા હોવા છતાં (નાનુંમોટું કરવા વગેરે) તે દેહ પણ વિનાશી છે. દેહનો સ્વભાવ જ અંતવાળો છે.
સાધનાકાળમાં નિર્વિકલ્પતાની સાધના થાય ત્યારે કલ્પાતીત (ઉપરના) દેવલોકનો આયુષ્યબંધ થાય છે.
કેવળજ્ઞાનીને દૂર-નજીકનો ભેદ નથી તેથી તે ક્ષેત્રતીત છે. ભૂતભવિષ્યનો ભેદ નથી તેથી કાળાતીત છે. સ્વ-પર દ્રવ્યોનો ભેદ નથી તેથી દ્રવ્યાતીત છે. ભાવમાં નિર્વિલ્પ છે તેથી ભાવાતીત છે.
કેવળજ્ઞાનમાં સર્વ પદાર્થો પ્રતિબિંબિત થાય છે. તેમ તેમના અઘાતીક પ્રતિબિંબિત થાય છે. પણ ઉપયોગ શેયાકાર થતો નથી. પોતે જ્ઞાયક સ્વરૂપે જ રહે છે.
મતિજ્ઞાન કર્તાભોક્તા ભાવવાળું છે. માત્ર કેવળજ્ઞાન જ્ઞાતાદ્રા. ભાવવાળું છે. મતિજ્ઞાન ચોથા ગુણસ્થાનકથી સમ્યગુપણે થતાં, કર્તાભોક્તા ભાવ ઘટે છે. સર્વથા કર્તાભોક્તા ભાવ વગરનું બારમે ગુણસ્થાનકે બને છે. ત્યાર પછી જ્ઞાન નિરાવરણ બને છે. જે કેવળજ્ઞાન કહેવાય છે. તેના લક્ષ્ય સાધકને આરંભ પરિગ્રહની મૂછ ઘટતી જાય છે. સાધુજનો નિરારંભી કે નિષ્પરિગ્રહી રહી કતભોક્તા ભાવથી મુક્ત થતા જાય છે.
સંસારીદશામાં મનુષ્યનો આત્મા પરમાત્માની કાચી ધાતુ છે. આત્મા પરમાત્મા બની શકે છે. જડ પદાર્થો પરમાત્મા બની શકતા નથી. અહમ આદિ ભાવો પરમાત્મતત્ત્વ ઉપરના આવરણ છે. જ્ઞાનધ્યાનાદિ યોગ દ્વારા અહમરહિત થવાનું છે. પ્રથમ ગુણસ્થાનકેથી દેશમાં ગુણસ્થાનક સુધી મોહનીયના જે વિકારીભાવો છે. તેને કાઢવાના છે. તેનાથી જ્ઞાન પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org