________________
૨૧૬
સ્વરૂપસાધનાનાં સોપાન આવરણ થાય છે. તે ભાવો સર્વથા નષ્ટ થતાં જ્ઞાન નિરાવરણ બને છે.
છદ્મસ્થનું જ્ઞાન સાવરણ હોવાથી પ્રત્યક્ષ પ્રમાણ નથી, પરંતુ પરોક્ષ પ્રમાણ – આગમપ્રમાણ – અનુમાન પ્રમાણ યુક્તિપ્રમાણ હોય છે. કેવળજ્ઞાન પ્રત્યક્ષપ્રમાણ હોય છે. એટલે મતિ - શ્રત - અવધિ તથા મન:પર્યવજ્ઞાની ચારે છઘસ્થ જ્ઞાન હોવાથી અભ્યાધિક પણ અનિયમમાં છે. નિયમથી અપ્રમત્તપણે રહેવાના ઉદ્યમી છે. કેવળી ભગવંત થતા સિદ્ધ પરમાત્મા નિયમથી પૂર્ણ અપ્રમત્તપણે હોય છે. સંસારમાં છવસ્થ તો અનિયમથી જીવે છે. સ્વરૂપદષ્ટિએ કાનૂનભંગ કરીને જીવે છે. સ્વ-પરના ભેદથી જીવે છે. પૂર્ણજ્ઞાની સ્વરૂપમાં અભેદપણે જીવે છે.
કેવળજ્ઞાની સર્વ પદાર્થોને અક્રમથી યુગપ) જાણે છે. છદ્મસ્થ ક્રમિક જાણે છે, પરંતુ વચનયોગ ક્રમિક જ હોય. કેવળી ભગવંત કે છઘસ્થ વાણીને ક્રમમાં ઉચ્ચારી શકે. જાણવાનું ક્રમ અને અક્રમ બંને રીતે. વચનયોગ ક્રમિક છે. તે શ્રુતજ્ઞાનને કે ભાષાવર્ગણાને આધારિત છે.
ધ્યાન અને સમાધિમાં શ્રુતજ્ઞાન-દ્વાદશાંગી આદિનો વિકલ્પ પણ કરવાનો નથી. ધ્યાન કે સમાધિ સ્વસ્વરૂપને લક્ષ્યમાં લેવા માટે છે. આથી સાધકે ધ્યાન પોતાના વીતરાગ સ્વરૂપનું કે ત્રિકાળી શુદ્ધસ્વભાવનું કરવાનું છે.
કેવળજ્ઞાન, વીતરાગજ્ઞાન, સર્વજ્ઞજ્ઞાન, નિર્વિકલ્પ જ્ઞાન આનંદ સ્વરૂપ પર્યાયવાચી શબ્દો છે. તે આત્માથી અભેદ છે તે અભેદતા સાધ્ય કરવાની છે.
મતિજ્ઞાનમાં ભળેલા મોહના વિકારો અને અજ્ઞાનના રાગદિના વિકલ્પો કાઢવા ધ્યાન કરવાનું છે. વીતરાગતા આવવાથી મોહ ઘટશે. જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થશે ધ્યાન દ્વારા દેહાધ્યાસ છૂટે વીતરાગતા
આવે.
પરવસ્તુમાં નિજાનંદ છે નહિ. તેમાં જીવ આરોપ કરી આનંદ મેળવવા પ્રયત્ન કરે છે, તે મિથ્યાત્વ છે. જે મળે અને ટળે તે મિથ્યા હોય, ભ્રમ હોય. અનિત્ય પદાર્થોમાં નિત્યભાવ કરવા છતાં તે ટકતા નથી. આપણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org