________________
જૈનદર્શનના દ્રવ્યાનુયોગનું આંશિક કથન
૧૮૧ થશે ત્યારે દરેકની સ્વરૂપ ઐક્યતા અભેદ હોય અને રહે. મૂળ સ્વરૂપે અરૂપી દ્રવ્યોના પર્યાયની અપેક્ષાએ પુદ્ગલ દ્રવ્યના સજાતીય અનંત દ્રવ્યો છતાં તેમાં પર્યાયોની એકરૂપતા હોતી નથી. આત્મદ્રવ્યનું અરૂપીપણું સર્વથા ટળી જતું નથી. સંસારી જીવને દેહ સંયોગે રૂપીપણું અને સ્વરૂપે અરૂપીપણું ઉભય અવસ્થાઓ છે. સિદ્ધ થતાં રૂપીપણું ટળે છે. જ્યારે પુદ્ગલ આત્માથી છૂટું પડે તોપણ તેનું રૂપીપણું ટળતું નથી, પણ રૂપાંતર થાય છે.
અજ્ઞાન કદી અજ્ઞાનને જાણવા ન દે. માયા કદી માયાને જાણવા ન દે, વળી ઈરાદાપૂર્વક જ્યાં અસત્ય બોલવું તે માયામૃષાવાદ – દંભ છે. આ સર્વે પરભાવ છે. જો સ્વાર્થ કે માયા ન હોય તો સત્ય વાણી બોલાય. સ્વરૂપમાં આવવા માટે સંયમ નિયમમાં રહેવાનું છે. સિદ્ધ પરમાત્મા વાસ્તવિક સ્વરૂપમાં છે. સંસારી જીવ અવાસ્તવિક જીવનમાં છે એટલે કર્મના ઉદય પ્રમાણે ફળ ભોગવે છે. જેથી સ્વરૂપ પણ નિયમરૂપ બનતું નથી. માટે આવરણને દૂર કરી સ્વરૂપમાં રહેવાનું છે.
લોકાલોકના દેશભાગે લોકાકાશ-આકાશાસ્તિકાય છે. તે આકાશાસ્તિકાયના દેશ (અલ્પ) ભાગે ધર્મો અધર્માસ્તિકાય દ્રવ્યો છે. ધર્મા-અધર્માસ્તિકાયના દેશ ભાગે રહેલા સંસારી જીવો અને પુદ્ગલો ગતિપૂર્વક સ્થિતિ અને સ્થિતિપૂર્વક ગતિ કરે છે. સમગ્ર જીવોના અનંતમા ભાગે સિદ્ધ ભગવંતો આકાશક્ષેત્રમાં ગતિપૂર્વક સ્થિર સાદિઅનંતભાગે કહેલ છે.
આકાશ-ધર્મા-અધર્માસ્તિકાયના પ્રદેશોમાં વિસ્તાર નથી. પોતે પોતાના જ પ્રદેશમાં છે. તે દરેક પ્રદેશની પ્રદાન શક્તિ પૂર્ણ છે. વધઘટ માત્રાવાળી નથી. સિદ્ધ પરમાત્માના આત્મ પ્રદેશો જ્ઞાનાદિ ગુણોથી પૂર્ણ છે. પુદ્ગલદ્રવ્યના દરેક પર્યાયો ભેદવાના છે. તેથી તે પર્યાયો સાદિસાંત છે. અરૂપી દ્રવ્યોના પ્રત્યેક પ્રદેશે ગુણો પૂર્ણ છે. અભેદરૂપ છે. તેથી તેમાં સાદિસાંત પર્યાયો નથી. અનાદિ અનંત છે.
જીવને આવરણ પુદ્ગલદ્રવ્યનું છે. વિકૃતિ એ ચૈતન્યની અશુદ્ધ પર્યાય છે, તેથી રાગદ્વેષનો આધાર જીવ દ્રવ્ય છે. પુદ્ગલદ્રવ્ય નિમિત્ત સંબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org