________________
સ્વરૂપસાધનાનાં સોપાન લોકકલ્યાણાર્થે હોય છે.
નિગોદમાં રહેલા જીવો પાસે સબળ વિચારશક્તિ નથી પરંતુ સૂક્ષ્મ દેહ છે. મૂર્ણિત દશા હોવા છતાં દેહભાવ છે, ભોગવૃત્તિ. રૂપ ભાવબીજ પડેલ છે, તે જેમ જેમ ઇન્દ્રિયો મળે તેમ તેમ ભાવ કરે છે અને ભોગવે છે. આવો કર્તાભોક્તાભાવ સંસારી જીવમાત્રને હોય છે. દેહમાં હુંપણું જ લોભકષાય છે. દેહ છે ત્યાં સઘળો વ્યવહાર છે. છતાં દેહમાં રહેલા આત્માનું જ્ઞાન ઉપયોગ તે નિશ્ચયદષ્ટિ છે. આપણો વ્યવહાર અને નિશ્ચય ઉભય આપણા જીવનના અંગો છે. વ્યવહારથી પરદ્રવ્યના ત્યાગી બનવાનું છે, અને નિશ્ચયથી આત્માના શુદ્ધ સ્વરૂપના જ્ઞાની બનવાનું છે. સ્વરૂપને અનુરૂપ એવું જીવન જીવી સાધના કરવાની છે.
પરપદાર્થોના ત્યાગમાં કંઈ કરવાનું નથી. જેનો ત્યાગ કર્યો તે પદાર્થો જ તારાથી જુદા છે. પરંતુ ગ્રહણ કરવામાં કે ભોગ કરવામાં જીવને કંઈ કરવાનું રહે છે. ત્યાં કર્તાભોક્તાપણું છે.
ક્રોધાદિ કષાય જીવ કરે છે. ક્રોધના ભાવ જીવ વેદે છે. અનુભવ કરે છે. જે પરભાવ કે અશુદ્ધ ભાવ છે, કર્મની પ્રકૃતિને જીવ વેદતો નથી પણ તે નિમિત્તે થતાં પોતાના ભાવને વેદે છે. એ ભાવ પણ પરભાવ છે. ધર્માસ્તિકાય જેવા અરૂપી પદાર્થો સાથે જીવને અશુદ્ધતા આવતી નથી. જીવને પુદ્ગલદ્રવ્યના સંબંધમાં અશુદ્ધતા આવે છે. દેહના સંગે આત્માને બંધ થાય છે. તેમાં પુગલ દ્રવ્ય નિમિત્ત છે. રાગ અને મોહભાવ વિકાર છે તે બંધનનું કારણ છે.
પુદ્ગલ દ્રવ્ય આત્માથી વિરુદ્ધ ધર્મ-લક્ષણવાળું છે. તે વિરોધી ગુણધર્મવાળા સાથે આત્માને બદ્ધ સંબંધ થાય છે, એટલે આત્માની અવસ્થા અશુદ્ધ થાય છે. ધર્માસ્તિકાય આદિ કેવળ વિરુદ્ધ લક્ષણવાળા નથી, તે પણ અરૂપી છે. તેમના નિમિત્તથી સંસારી જીવને અશુદ્ધિ થતી નથી. કારણ કે તેમનો સંબંધ ગમનાગમન સાથે છે. અધ્યવસાય સાથે નથી.
પૂર્વે કરેલા સર્વે કર્તાભોક્તા ભાવોને માનવ જન્મમાં સર્વથા નાશ કરી શકાય છે. અન્ય ગતિમાં તે સંભવ નથી. નરક અને તિર્યંચ દુઃખમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org