________________
૩૩
પરભાવોની ઉત્પત્તિનું કારણ : “હું દેહ છું.’ ત્રસ્ત અને દેવલોકના જીવો સુખમાં વ્યસ્ત કર્તાભોક્તાભાવને સર્વથા નાશ કરી શકતા નથી.
અઢારે પાપસ્થાનકની ચેષ્ટાઓ સંસારી જીવોના કર્તાભોક્તા ભાવો અંગેની છે. તીર્થકરો અઢારે પાપસ્થાનકથી મુક્ત છે. સાધુજનો તે પાપોને કાઢવાના નિરંતર પ્રયાસમાં છે. ગૃહસ્થી એ પાપોનું નિરંતર સેવન કરે છે. તેને દૂર કરવા માટે પ્રતિક્રમણ અને સામાયિક જેવાં અનુષ્ઠાનો છે. અલ્પ પ્રમાણમાં દોષો ટળે અને અલ્પ પ્રમાણમાં ગુણો વિકસે તોપણ
જ્યાં સુધી ક્ષપક શ્રેણી મંડાય નહિ ત્યાં સુધી સત્તાગત દોષોનો ભંડાર ભરેલો છે તે ભૂલવું નહિ.
જીવનમાં ઉપયોગશક્તિ સમ-વિષમ બે પ્રકારે છે. સ્વ-સત્તાએ સમ છે. પરના સંયોગો વિષમ છે. પુદ્ગલ સાંયોગિક દ્રવ્ય છે તેથી વિષમ છે. પૂર્ણ સમભાવ એ જીવનું કેવળજ્ઞાન છે. આત્મપ્રદેશની સ્થિરતા સમસ્વરૂપ છે, તે કાઉસગ્નનું રહસ્ય છે.
ઉપયોગ-ભાવ બે પ્રકારે છે. શુદ્ધ અને અશુદ્ધ. શુદ્ધમાં ભેદ નથી. અશુદ્ધના બે ભાવ છે. શુભ અને અશુભ. શુભ કર્મજનિત હોવાથી આશ્રવ છે તેથી તે અશુદ્ધ ભાવનો ભેદ છે. છતાં અશુભભાવથી બચવાનું અને યોગ્ય જીવોને શુદ્ધભાવમાં પ્રેરિત કરનારું નિમિત્ત છે.
તમસ, રજસ અને સાત્વિક ભાવો – ગુણો છે. તમસ રજસ અશુભ છે સાત્ત્વિક શુભ છે. તમસમાં દુર્જનતાના ભાવ છે. રજસમાં ભોગ-પ્રમાદ જેવા ભાવ છે.
સાત્ત્વિક તમસ-રજસને દબાવી પ્રેમતત્ત્વનો વિકાસ કરે છે. શુદ્ધ ભાવે આત્મા સિદ્ધ છે. શુભ ભાવ એ સાધકનો સાધનાભાવ છે. તેમાં નિશ્ચયદષ્ટિએ અશુદ્ધતા છે. કેવળી ભગવંતને અઘાતી કર્મના કારણે ત્રણે યોગ છે પણ શુભ યોગ છે. તેથી એકાંતે અન્ય જીવોને ઉપકારી થાય છે. છદ્મસ્થ દશામાં - મુનિપણામાં જે ઉચ્ચ કર્મયોગ આરાધાયો હતો સર્વ જીવના કલ્યાણ માટેનો તે આ રીતે ચાલુ રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org