________________
સાધનાનું ક્ષેત્ર વિશાળ છે
૮૫
કર્મયોગમાં સુકૃત કરી પુણ્યની વૃદ્ધિ કરવાની છે. ધર્મસાધનામાં આવરાયેલા આત્મસ્વરૂપને સકામ નિર્જરા વડે નિરાવરણ કરવાનું છે.
આહારના પદાર્થો ભિન્ન ભિન્ન હોય. હરેક પોતાની રુચિ પ્રમાણે પૂરતો આહાર લે, તે દશ્ય ભેદરૂપ છે. પણ સૌએ ઉદરપૂર્તિ કરી તે અભેદ છે. તેમ જગતમાં અનેક પ્રકારનાં દશ્યો ભેદરૂપ છે, પણ કેવળજ્ઞાનીના જ્ઞાનમાં ભેદ નથી.
આત્મસ્વરૂપ સ્વાધીન છે, તે જ્ઞાની ભગવંતોએ તપ સંયમ દ્વારા કાયયોગથી વ્યક્ત કરેલ છે. જેથી કાયયોગ સ્વાધીન બને, સાધનામાં બાહ્ય ભોગસામગ્રીની જરૂર નથી. જેથી રોગના ભોગ પણ થવાતું નથી. ભોગના ત્યાગથી સ્વાધીન થવાનું છે. કાયામાં રોગ અને ભોગ ઉભય છે માટે કાયભાવથી મુક્ત થવાનું છે. કાયા ભોગ નહિ પણ યોગનું સાધન બને તો તે આત્મસુખની પ્રસાદીરૂપ છે. પ્રતિક્ષણે જીવને સુખની ઇચ્છા રહે છે તે બતાવે છે કે વેદન એ સત્ય છે. કેવળ માન્યતા નથી. વળી ભૂતકાળ અને ભવિષ્યકાળ વેદનમાં આવતું નથી. આજે આપણી ઉંમર પચાસ વર્ષની હોય તો આપણે પચાસમા” વર્ષને ભોગવીએ છીએ. પૂર્વનાં વર્ષોની માત્ર સ્મૃતિ છે. આમ ભૂત-ભવિષ્યકાળને આપણે ભોગવી શકતા નથી માત્ર જાણી શકીએ છીએ, તેથી તે ભાવો ક્ષણિક છે. પણ જ્ઞાન ત્રણે કાળમાં છે. જ્ઞાનમાં ત્રણે કાળ જણાય છે. માટે કર્તાભોક્તાપણું અસત્ છે. ક્ષણિક છે. જ્ઞાતા દ્રષ્ટાભાવ નિત્ય છે. મહાન છે.
સ્વભાવ પૂર્ણ હોઈ શકે, કોઈ પણ ક્રિયા પૂર્ણ ન હોય, ક્રિયા સૂક્ષ્મ બનતી જાય. પછી સ્વભાવરૂપ બને. કોઈનાથી કોઈને પૂર્ણ બનાવવું શક્ય નથી. તીર્થંકર પરમાત્મા જગતના તારણહાર કહેવાય છે. સર્વને તારી શકે તેવી શક્યતા છે, છતાં બધા જીવો તરી શકતા નથી. કારણ કે જીવોની તે પ્રકારની યોગ્યતા હોતી નથી, જે ભવિ જીવ તરવાનો કામી છે તેને પરમાત્મા તારી શકવામાં નિમિત્ત બને છે. જીવનું ઉત્પાદન કારણ તૈયાર થાય તેને દેવગુરુ ધર્મનું નિમિત્ત તારવા માટે સફળ બને છે. નિમિત્ત કારણ હોય પણ ઉપાદાન તૈયાર ન થાય તો તરી ન શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org