________________
૮૪
સ્વરૂપસાધનાનાં સોપાન પ્રણિધાન (દઢસંકલ્પ) સમ્યક્ત્વ લાવે છે. પંચમહાવ્રત ત્યાગ માટેનો મહાન ધર્મ છે.
સંસારી જીવોને નિદ્રામાં પણ ભેદરૂપ - દુઃખરૂપ જગતનું વદન નથી તેથી નિદ્રા સુખરૂપ લાગે છે. તેવી રીતે જાગ્રતાવસ્થામાં ભેદરૂપ-દુઃખરૂપ અવસ્થાથી પર થઈએ તો આત્મશાંતિનું વેદના થાય.
સંસારમાં પ્રાપ્ત થયેલા પદાર્થોથી જેમ ભોગ-ઉપભોગનો લાભ મળે છે. તેમ જ્ઞાનાચાર દર્શનાચારના મહાનધનથી ઉપર ઉપરના ગુણસ્થાનકોનો ભોગ-ઉપભોગ રહેલો છે. આવું તત્ત્વજ્ઞાન આપનાર સદ્દગુરુનો યોગ થવો, અને આપણે તત્ત્વજિજ્ઞાસુ થવું તે મહત્વપુર્ણયોગ છે. તેની સાધના સાધુભગવંતોની નિશ્રામાં કરવાની છે. સ્થાવર તીર્થનું મૂલ્ય જંગમતીર્થથી (સાધુજનો) છે. સ્થાવર તીર્થ ભેદરહિત છે તેમ જંગમતીર્થમાં સાધુજનોમાં ભેદરહિત થવું પક્ષાપક્ષીનો ભેદ ન રાખતાં વિનય, વંદન, વૈયાવચ્ચ નિર્દોષ ભાવે કરવા. તેમની નિશ્રામાં સાધના કરવી. ભગવાનના પ્રત્યક્ષ શાસનમાં થયેલા ભગવંતોનું સ્મરણથી બહુમાન-વિનય કરવાના છે, અને વર્તમાનમાં ઉપકારી સાધુ ભગવંત પાસે વંદન વિનયાદિ વડે ઉપાસના કરવાની છે.
સાધનામાં આશયભેદ હોય, અજ્ઞાનતા હોય, અપૂર્ણતા હોય તો ઉપદેશકમાં પણ પ્રમાદ અપ્રામાણિકતા આવી જાય. સાચી દિશા બતાવે તે સાચો ઉપદેશક હોય. પરમાત્માની વાણીને જગતના જીવો સુધી પહોંચાડવાનું કાર્ય જરૂરી છે. માત્ર વાણીરૂપી દલાલી કરવી તે તો કેવળ સ્મૃતિ જ્ઞાનનો ક્ષયોપશમ છે. પણ જ્યારે પ્રભુની વાણીને આચારમાં ઉતારે ત્યારે મોહનીય કર્મનો ક્ષયોપશમ થાય. તે સાધના છે.
જિનકલ્પ એ કાયયોગ-દેહ મમત્વમોચનની અંતિમ સાધના છે. માત્ર સાધુપણું એ પૂરતું નથી. દેહાદિના મોહનો ત્યાગ એ વાસ્તવિક ચારિત્ર છે. નિરૂપાધિક જીવને માટે બાહ્ય પરિગ્રહાદિનો ત્યાગ છે. ભૌતિક પદાર્થોનો તાદાભ્ય સંબંધ એ ઉપાધિ છે. દેહભાવ વડે ભૌતિક સામગ્રીનો ભોગ તે ઉપાધિ છે. તેમાં તન્મયતા થવાથી સ્વરૂપ વિસ્મરણ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org