________________
સાધનાનું ક્ષેત્ર વિશાળ છે
૮૩ આત્મગુણો જેટલા વિકસે તેટલું સ્વ-પરને સુખ થાય તે સત્ય, અને જેટલા દુર્ગુણો છે જે સ્વ-પરને દુઃખરૂપ છે તે અસત્ય.
મોહની મૂઢતા બેધારી છે. સુખી થઈએ તોય અજ્ઞાનવશ મોહ વધે. અને દુઃખ પડે ત્યારે સુખ મેળવવાની ઇચ્છાએ મોહ રહ્યા કરે. મોહનીયના અંશવાળી સંજ્વલન કષાય પણ યથાખ્યાત-શુદ્ધ ચારિત્રને હણે છે. તો પછી અનંતાનુબંધી કષાયનું શું પરિણામ આવે? પૂરો આત્મા જ હણાઈ જાય.
નવકારમંત્રની સાધનામાં ફક્ત એક જ અક્ષર પરિણામમાં ઘૂંટાઈ જાય તો સાગરોપમના કાળનું નરકનું દુઃખ દૂર થાય તેવું સામર્થ્ય છે. તે ફળ પણ વ્યાવહારિક છે. પરંતુ નવકારની સાધનાનું ફળ તો કેવળજ્ઞાન છે. એ નવકારનું રહસ્ય પ્રદેશેપ્રદેશ વ્યાપ્ત થઈ જવું જોઈએ.
વિભાવથી સત્તામાં જે નરક તિર્યંચ ગતિનાં દુઃખો ભેગાં કર્યાં છે, તે સ્વરૂપના ભાનથી કે વિશુદ્ધ ચિત્તથી માત્ર અંતઃમુહૂર્તમાં ખપી જઈ આત્મા સ્વસ્વરૂપે પ્રગટ થાય છે. સાધના કાળે પંચપરમેષ્ઠિની શ્રદ્ધા સર્વસ્વ - પ્રાણરૂપ બનવી જોઈએ. એવો અર્પણતાવાળો ઉચ્ચ કોટિનો ભાવ, સત્કાર, સન્માન આદિ વડે દઢ બને છે. પંચપરમેષ્ઠિપદનું એક એક પદ સાધ્ય છે. સાધ્ય અત્યંત વિશ્વસનીય હોવું જોઈએ. તેમાં જીવનું કટીબંદ્ધ – દઢ થવું તે સાધના વિશ્વસનીય કહેવાય.
આપણને મળેલી ભોગસામગ્રીમાં આપણને કેટલો વિશ્વાસ છે? છતાં તે અપૂર્ણ અને ક્ષણિક નીવડે છે. તેનાથી અધિક પૂર્ણ વિશ્વાસ સાધ્યમાં હોવો જોઈએ. સાધ્ય માટે જે જે સાધન લેવાં પડે તે દરેક અનુષ્ઠાનાદિમાં એ સ્વરૂપ પ્રાપ્તિ માટેનું સાધન છે, તેવો દઢસંકલ્પ થવો જોઈએ. એવા ભાવો હૈયામાં સેવવા જોઈએ. મોહના ભાવ જીવના છે, પણ તે પરનૈમિત્તિક છે. શુદ્ધ ભાવ સ્વનો ભાવ છે. આ દેહાદિ સર્વસ્વ છે, એવા મોહ ભાવ થાય. તેમાં વિશ્વાસ અને સુખબુદ્ધિ થાય. તે સર્વ મલિનભાવ છે. બંધનકર્તા
સાધનામાં ત્યાગ અનિત્ય તત્ત્વનો છે. નિત્ય તત્ત્વની પ્રાપ્તિનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org