________________
અધ્યાત્મયોગ
૧૩૩ બને છે. જે પરમતત્વના ભાવને ધારણ કરી શકે છે. એ પાત્રતા પછી દાનાદિ કાર્યો સફળ બને છે. મનાદિ ત્રણે યોગ સાધન છે. મિથ્યાત્વાદિ સાધન નથી. યોગથી બંધન છે, અને તે નિરવદ્ય હોય તો મુક્તિ માટે સાધન છે. યોગને વિષમભાવમાં જોડવાથી બળ ક્ષીણ થાય છે.
ધન વાપરે નહિ અને ગણ્યા કરે તે લોભિયો કહેવાય. ધન ન વાપરે તે કંજૂસ કહેવાય, બંને મોહની પકડમાં છે. અને પાપનું ઉપાર્જન કરવાવાળા છે. શ્રીમંતો દાનધર્મ સેવીને ધર્મશાસન ચલાવે છે. નિર્ધન શીલ, તપ, સંયમ સેવીને ધર્મશાસન ચલાવે છે. સાત ક્ષેત્રનું મૂલ્યાંકન કરીને ધનનું યોગ્ય વિતરણ જોઈએ. ચાર ધર્મના અનુક્રમમાં પ્રથમ દાનધર્મ છે. દાન કરવાથી આગળનો ધર્મ આકાર લે છે. અનુકંપાદાન એ ગૃહસ્થનું કર્તવ્ય છે. કેવળ સુપાત્રદાનનું જ વિધાન નથી. હૃદયમાં સાત ક્ષેત્રને ધારવાથી સમકિત જળવાય છે. વીચારઃ ઉપરોક્ત ચારે આચારમાં પુરુષાર્થને સતત વિકસાવવો.
આ પાંચે આચારમાં ચારિત્રાચાર અને તપાચારની મર્યાદા છે. જ્ઞાનાચાર, દર્શનાચાર, વીર્યાચાર અમર્યાદિત છે. ચારિત્ર અને તપમાં દેહાધ્યાસનો ત્યાગ કરવા દેહને કષ્ટ સહન કરવાનું છે. દર્શનમાં શ્રદ્ધા અને વાત્સલ્યનો વિકાસ છે. વીર્યાચાર ચારેનાં કાર્યોમાં સહાયક છે.
સમિતિ ગુપ્તિનો આચાર ઉચ્ચ છે, પણ તે પર જીવ આશ્રિત છે. તે બાહ્ય ધર્મ છે. સ્વ-આશ્રિત ધર્મ શુદ્ધ સ્વરૂપ - સિદ્ધ સ્વરૂપનું ધ્યાન અત્યંતરધર્મ છે. સર્વ વિરતિએ ઉચ્ચ સાધના છે. દેશવિરતિ આંશિક સાધના છે. સાધુધર્મ શીઘગામી . તેમણે અન્ય વિકથા કરવાની ન હોય. દેશવિરતિ આંશિક હોવાથી તેમાં દાન પરોપકારાદિ કાર્યોનું પાલન છે.
આત્મામાં પ્રશાંતભાવ આવે તે અધ્યાત્મવિકાસ છે. બાહ્ય પંચાચારથી પ્રમોદભાવ વિકસે, અત્યંતર પંચાચારના પાલનથી પ્રમત્તદશા વિકસે. જ્ઞાનાચાર વડે જીવનું નિશ્ચિત સ્વરૂપ નક્કી કરવું. વિધેયાત્મક સિદ્ધસ્વરૂપ, નિષેધાત્મક ચારગતિનું પરિભ્રમણ છે. અક્ષરથી દ્વાદશાંગી સુધીનું શ્રુતજ્ઞાન તે જ્ઞાનાચાર છે. દર્શનાચાર વડે સ્વસ્વરૂપમાં નિઃશંક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org