________________
૧૬૪
સ્વરૂપસાધનાનાં સોપાન અગુરુલઘુ = પુદ્ગલની જેમ અભ્યાધિક હાનિ વૃદ્ધિ નથી. અક્ષયસ્થિતિ = પુગલની જેમ ક્ષણભંગુરતા અહીં નથી. અવ્યાબાધપણું = પુદ્ગલની જેમ વિષમતા - બાધા નથી. અરૂપી = પુગલની જેમ રૂપાંતરપણું અહીં નથી. નિત્યપણું = પુગલની જેમ પરિવર્તનપણું અહીં નથી.
સંસારીજીવો ક્ષણભર પણ દેહભાવ ભૂલતા નથી તેમ ક્ષાયિક સમકિત એક ક્ષણભર પણ પરમાત્મભાવનું લક્ષ્ય ભૂલતા નથી. ક્ષયોપશમ સમકિતિ જાગૃતિ વડે આ ભાવ જાળવવા પ્રયત્ન કરે છે. સમકિતદષ્ટિવંત આત્મા ધનાદિનો ઉપયોગ સાતક્ષેત્રમાં ઉત્તમ ભાવ વડે કરે છે, ગૌણપણે ઉપભોગ હોય, સત્તાનો ઉપયોગ પણ પરોપકારાર્થે કરતા હોય, એ તેમનો બોધ વડે થયેલો જ્ઞાનાચાર અને દર્શનાચાર છે. અનાસક્તભાવ તે આંશિક ચારિત્રાચાર છે. ઇચ્છાઓનું શમવું તે તપાચાર છે. પાપથી પાછા પડવાનો વીર્યાચાર છે. ચારિત્ર અભ્યાસની વસ્તુ છે, તે બે ઘડીમાં મળી જતું નથી. દીર્ઘકાળ આરાધના કરવી પડે છે. ચોથા ગુણસ્થાનકથી શરૂ થઈ બારમા સુધી શુદ્ધિ માંગે છે. સમકિત બે ઘડીમાં પ્રાપ્ત થાય છે. પર્યાયદષ્ટિ ત્યજી દ્રવ્યદૃષ્ટિ કરવાની છે. મિથ્યાભાવ - મિથ્યાદૃષ્ટિ ત્યજવાની છે.
૦ દ્રવ્યદૃષ્ટિ દિવ્યદૃષ્ટિ છે. ૦ શ્રદ્ધા દર્શનગુણનો ભાવ છે. ૦ મનન અને નિદિધ્યાસન એ જ્ઞાનનો વિસ્તાર છે. ૦ પ્રયોગ અને સાધના એ ચારિત્રગુણનો વિસ્તાર છે.
હિંસાનુબંધી, મૃષાનુબંધી, ચૌર્યાનુબંધી, પરિગ્રહાનુબંધી એ રૌદ્રધ્યાનના ભેદો છે, તે દેશવિરતિ સુધી ગૃહસ્થને હોય છે. તે ન થાય માટે પંચમહાવ્રત વિરતિવંતને ધારણ કરવાનું છે.
જીવ અન્યોન્ય જીવોને આઠ કર્મોના ઉદયવાળા જોઈને અભિપ્રાય બાંધે છે. પણ સ્વ કે પરમાં રહેલું કેવળજ્ઞાન જોતો નથી. અદ્વૈતદષ્ટિ, અભેદદષ્ટિ, દ્રવ્યદૃષ્ટિ અને દિવ્યદૃષ્ટિવાળો જીવોને અનેક ભેદ અવસ્થામાં પણ બ્રહ્મ સ્વરૂપે જુએ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org