________________
૧૬૫
સંસારથી મુક્તિનો પ્રારંભ સમકિતથી છે
એક વાર સમકિતની સ્પર્શના થાય પછી તેનું સામર્થ્ય છે કે તે અર્ધપુગલ પરાવર્તન કાળની અંદર પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ કરાવી દે, તું દેહપિંજરમાં પુરાયો છું, તેમાં જીવે પોતાનામાં રાગદ્વેષના ભાવ પૂર્યા છે, તું તેને છૂટા મૂકી દે તો તું મુક્ત છું. સ્વરૂપનું ભાન એ સમકિતનું બીજ છે.
રાગદ્વેષ એ મળ છે ઉપશમ એ જળ છે.
ઉપશમ - ક્ષયોપશમ સમકિતમાં દેહભાવ મૂળમાંથી નષ્ટ થતો નથી. પણ મંતવ્ય અને અભિપ્રાયમાં દેહભાવ નથી. પરંતુ સર્વથા ગયો ન હોવાથી કેવળજ્ઞાનમાં બાધક છે. દેહબુદ્ધિ અનુભવમાં - સંવેદનમાંથી નીકળી જાય તો ગમે તેવા પરિષહો / કષ્ટોમાં પણ દુઃખનું સંવેદન આવતું નથી. પરંતુ ઉપયોગ આત્મભાવમાં હોવાથી સ્વરૂપના સુખનું સંવેદન છતાં ગુણ શ્રેણિ દ્વારા કેવળજ્ઞાન પ્રગટ થાય છે.
આત્માનું જે સ્વક્ષેત્ર છે, જ્યાં આત્મપ્રદેશો છે ત્યાં ઉપયોગ સ્કુરાયમાન છે, મોહભાવ પણ ત્યાં જ રહ્યા છે તે આવા સમર્થ ઉપયોગ દ્વારા હણાય છે. અને કૈવલ્ય પ્રગટ થાય છે, જે સર્વ જીવો માટે આલંબનરૂપ બને છે.
શમ સંવેગ નિર્વેદ અનુકંપા આસ્તિક્ય આ પાંચ સમકિતનાં લક્ષણ છે. અનુકંપા - આસ્તિક્ય નિમિત્તરૂપ છે. ઉપશમ, સંવેગ, નિર્વેદ એ કાર્યરૂપ આત્માના પરિણામ છે. સમકિત એટલે સ્વ-પરનું ભેદજ્ઞાન, સદેવ, ગુરુ, ધર્મની શ્રદ્ધા પણ ભેદજ્ઞાન માટે છે. નિષ્કષાયભાવ વડે કર્મની નિર્જરા યથાર્થ થાય છે.
મિથ્યાત્વનો નાશ એ સાચી સમજણ, શુદ્ધ-બુદ્ધિ છે. અનંતાનુબંધી કષાય મિથ્યાત્વ સાથે સંબંધ ધરાવે છે. અપ્રત્યાખાની, દેશવિરતિ સાથે સંબંધ ધરાવે છે. સર્વ વિરતિ થતાં પ્રત્યાખાની જાય છે. છતાં તે અવસ્થામાં સંજ્વલન કષાય હોય છે. સંપૂર્ણ કષાય જાય ત્યારે કેવળજ્ઞાન થાય છે.
કષાયભાવની મંદતા થયા વગર દાનાદિ, પ્રભુપૂજાદિ, યથાર્થ ફળતા નથી. શુભભાવ વડે થયા હોય તો પુણ્યબંધ થાય પણ પરિભ્રમણ ટળે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org