________________
૧૬૩
સંસારથી મુક્તિનો પ્રારંભ સમકિતથી છે કરવી તે અધર્મ છે. તેને પણ નિરપેક્ષભાવે જોવા તે ધર્મ છે. જેથી તે પદાર્થોમાં ઈષ્ટાનિઝ બુદ્ધિ થતી નથી. સંસારી જીવે આત્મબુદ્ધિએ સંસારી જીવોમાં કે પદાર્થોમાં દ્વેષ કરવા કરતાં અપેક્ષાએ રાગ કરવો, રક્ષા કરવી તે આંશિક અહિંસા છે.
સમ્યકત્વ - વિરતિ - નિષ્કષાયભાવ મોક્ષનાં પગથિયાં છે. વિરતિનો સ્વીકાર કરવો એટલે આરંભ – સમારંભ છોડી દેવા. અને ઇન્દ્રિયોનું દમન કરવું. કોઈ પણ પુગલ પદાર્થનો રુચિપૂર્વકનો ભાવ એ લોભકષાય છે. સમકિતને ભોગનો ઉદય હોય પણ દુર્જનતાનો સંસ્કાર ન હોય.
અવિરતિ સમ્યગ્દષ્ટિને સમ્યગ્ પદાર્થનું લક્ષ્ય હોવાથી રાગ મટી વિરાગ આવે, વિરતિ આવે. જેનાથી મોહનીય હણાય તે વિરતિ વૈરાગ્યના ભાવો છે. જેટલો દેહભાવનો વિસ્તાર તેટલો મોહનો વિસ્તાર. એ પહેલા ગુણસ્થાનકનું ચિહ્ન છે. જેમ જેમ આત્મા અને દેહ વચ્ચે ભેદજ્ઞાન થાય તેમ તેમ આગળના ગુણસ્થાનક આવે.
વિર્યાતરાયના ક્ષયોપશમ ઉપર આવરણ છે એટલે સત્ પુરુષાર્થ થતો નથી. દેહભાવથી કષાય અને અવ્રત છે. તે માટે વિરતિપણાનું માહાભ્ય છે. સાધુને વૈયાવચ્ચ – ભક્તિ વગેરેથી દેહને શાતા મળશે. પણ આત્મસુખ તો અંતર પરિણતિના વૈરાગ્યથી મળશે. જે સ્વપુરુષાર્થ વડે સંભવ છે.
તપ સંયમાદિ વડે ભેદજ્ઞાન પામીને આત્મિક સુખ ન પામીએ તો આપણે કંગાળ છીએ. જે આત્મસુખ વેદે છે તે ચૈતન્ય મહારાજા છે. બાહ્ય પ્રતિકૂળતામાં સમાધિ વડે આત્મસુખ ભોગવવાનું છે. બાહ્ય અને અત્યંતરથી આત્મસુખનું વેદન પ્રાપ્ત થાય ત્યારે બાહ્યસુખનાં સાધન ચાલ્યાં જાય તોપણ દુઃખથી મુક્ત થવાય છે.
આત્મામાં રહેલા જ્ઞાન અને સુખ તત્ત્વરૂપે રહેલા છે. તેને જાણવાની અલ્પ શક્તિ જીવમાં રહેલી છે. ભૌતિક સુખની ઇચ્છા નિષ્ફળતામાં પરિણમે છે.
સ્વસ્વરૂપમાં પુદ્ગલના ધર્મો જેવી બાધકતા નથી. જેવા કે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org