________________
૧૬ ૧
સંસારથી મુક્તિનો પ્રારંભ સમકિતથી છે બે પ્રકારે છે. જ્ઞાનીનું વેદન કેવળ સુખનું છે.
૦ ૧. મનોયોગથી મોહાદિભાવોની રાગાદિ લાગણીનું વેદન. ૦ ૨. શરીર - (દેહ) ઇન્દ્રિયો દ્વારા શાતા અશાતાનું વેદન.
અશાતાનો સંબંધ અજ્ઞાનતાને કારણે વેદાય છે. એકેન્દ્રિય અસંજ્ઞિ અને પંચેન્દ્રિય નારકોનું દુઃખવેદન વધુ હોય છે. અભવિ જીવ સ્વરૂપ પ્રાપ્તિ કરી શકવાનો નથી તે તેનું મહાદુઃખ છે.
વસ્તુ જેવા સ્વરૂપે છે તેવા સ્વરૂપે જાણવી તે સમ્યગૃજ્ઞાન છે. સમ્યગુજ્ઞાન પામીને તમારે શું જોઈએ છે? તેનું લક્ષ્ય કરો તે સમ્યગ્ગદર્શન છે. તે પામવા માટે જે ઉપાય કરો તે સમ્યગું ચારિત્ર છે. જેવા છીએ તેવા સ્વરૂપ થવું તે સાધના છે.
સમ્યગુદષ્ટિવંત વૈરાગ્યદષ્ટિ યુક્ત હોય છે, તેને કારણે તે વિરતિધર્મમાં આવે છે. અવિરતિ ધર્મમાં કથંચિત ભોગદશા ભલે હો છતાં તે પ્રત્યે વૈરાગ્યદૃષ્ટિ વર્તતી હોય છે. એટલે તે દેશવિરતિ પ્રત્યે જાય છે.
છઠ્ઠા ગુણસ્થાનકની વિશિષ્ટતા શું છે?
વિરતિ તો છે, તે બાહ્ય હોય તો તે ભલે વ્યવહારથી છઠું હોય પણ સમકિત હોય તો જ તેનું મૂલ્ય છે. સમકિત ન હોય અને વ્યવહારથી છછું હોય તોપણ નિશ્ચયથી તે પહેલે ગુણ સ્થાનકે મનાય. સમકિતને આત્માના શુદ્ધસ્વરૂપ સાથે જોડવાનું છે.
મિથ્યાત્વ, અવિરતિ, દેશવિરતિ સમ્યકત્વ, આ સર્વે કષાયની તરતમતા સાથે જોડાયેલા છે. જેટલી કષાયમુક્તિ તેટલી મુક્તિ. કષાયની તરતમતાથી ગુણસ્થાનક એકથી દસ છે.
કષાયને સહાયક નવ નોકષાય છે. નોકષાય પર સંયમ મેળવવાનો છે. જેટલા કપાયભાવો છે તે સર્વે દેહાશ્રિત છે. નોકષાયમાં હાસ્ય-રતિ સાથે હોય. અરતિ, ભય, શોક દુર્ગછા સાથે હોય. સ્ત્રી, પુરુષ નપુંસક વેદ ત્રણે નોકષાયના છે. જ્યાં સુધી મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ છે ત્યાં સુધી કર્મબંધ થાય છે. .
સમ્યકત્વ પામ્યા પછી પણ ભવ-કાળનો પ્રશ્ન વિચારીને પૂર્ણતા પ્રાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org