________________
૧૬૦
સ્વરૂપસાધનાનાં સોપાન ક્ષયોપશમથી વીતરાગતાનો ભાવ થાય. વીતરાગતાના લક્ષ્ય ચારિત્ર મોહનીયનો ક્ષય કરી કેવળજ્ઞાનને નિરાવરણ કરવાનું છે.
બુદ્ધિને પુગલમાં રમાડવાની નથી, પરંતુ સ્વદ્રવ્યમાં સ્થિર કરવી. સત્સંગ દ્વારા બુદ્ધિને સ્વચ્છ કરવી. સ્વરૂપમય આત્માને કોઈ પદાર્થની જરૂર નથી. દેહને બધું જોઈએ. દેહ જોકે જડ છે. પરંતુ બુદ્ધિ દેહ માટે માંગ ઊભી કરે છે. આત્મા અને દેહ ભિન્ન છે તે બૌદ્ધિક સત્ય હોવા છતાં કુબુદ્ધિ જીવને દેહભાવમાં દોરે છે. દેહને નહિ પણ જ્ઞાનને લક્ષ્યમાં રાખે છે તે જ્ઞાન વડે આનંદનો અનુભવ કરે છે. - ચંચળ ભાવોને ઉપશમાવવા એ “શમ” છે. શમ પછી તે સ્થિતિનું ટકવું તે “સમ” છે. સમત્વ છે.
શમભાવ વડે આત્માની કષાયવૃત્તિઓ શમે છે, દબાય છે. દમન વડે ઇન્દ્રિયો પર સંયમ આવે છે. ત્યારે અંતર્મુખતા થાય છે. ઇન્દ્રિયોનું અંતર્મુખ થવું તે પ્રત્યાહાર છે. જેમાં તપ અને સંયમ આવે છે. તે વડે સ્વરૂપભાવમાં જવાનું છે.
દેહ અને આત્મા એકક્ષેત્રાવગાહી હોવા છતાં લક્ષણથી ભિન્ન છે તેવું નિરંતર લક્ષ રહેવું તે ભેદજ્ઞાન છે. જીવમાં પર પદાર્થનો કર્તા ભોક્તાભાવ એ જ જીવની અનિત્ય અવસ્થા છે. આત્મા પ્રદેશથી, લક્ષણથી નિત્ય છે. સંસારી જીવ કર્તાભોક્તાભાવને કારણે ઉપચારથી અનિત્ય કહેવાય છે. પર્યાય દૃષ્ટિએ અનિત્ય અવસ્થા છે. એ પયયદૃષ્ટિ ટાળીને આત્માના અવિનાશી પદને પામવાનું છે.
જ્ઞાની ભગવંતોએ આત્માને શુદ્ધ સ્વરૂપે જાણ્યો અને પ્રકાશ્યો. વર્તમાન અવસ્થામાં અશુદ્ધ સ્વરૂપે કેવો દુઃખી છે તે અશુદ્ધ અવસ્થાથી જણાવે છે. આત્મા જ્ઞાનઉપયોગવાળો છે. તેમાં શુદ્ધ અને અશુદ્ધ બંને અવસ્થાઓ જણાય છે. જે સમયે જે અવસ્થા હોય છે, તે જ્ઞાનમાં જણાય છે. માટે અનિત્ય પર્યાય વળીને શુદ્ધાવસ્થાનું વેદન કરવાનું છે.
આત્મા મરતો નથી પણ દેહ વિયોગે હું મરી જઈશ તેમ અજ્ઞાનવશ જીવ માને છે. વળી દેહભાવથી સુખદુઃખ ભોગવે છે. છદ્મસ્થનું વેદન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org