________________
૧૫૯
સંસારથી મુક્તિનો પ્રારંભ સમકિતથી છે છે. તે સાધનાનો ઉત્તમ પ્રકાર છે.
સાધના દ્વારા સમકિત પ્રાપ્ત કરવાનું છે. વીતરાગ ભાવને સેવીને મુક્ત થવાનું છે. જીવે અંતર નિરીક્ષણ વડે પોતામાં રહેલા રાગભાવને કાઢીને વીતરાગતાનું સેવન કરવાનું છે. જેમ વીતરાગભાવ વૃદ્ધિ પામશે તેમ તેમ જ્ઞાન નિરાવરણ થશે. અંતરંગ શત્રુઓ – ઘાતકર્મની પ્રકૃતિઓનો આત્યંતિક નાશ થાય ત્યારે કેવળજ્ઞાન પ્રકાશી ઊઠે છે. જ્ઞાનપ્રકાશ એ અભુત વસ્તુ છે.
શાસ્ત્રજ્ઞાન – શ્રુતજ્ઞાન વડે આત્માના જ્ઞાનસ્વરૂપને જાણી અવિકારી થવાનું છે. વીતરાગભાવ વગર જ્ઞાન અવિકારી બનતું નથી. સાધના અવિકારી થવા માટે છે. શ્રુતજ્ઞાનને કેવળજ્ઞાન વડે પૂર્ણરૂપે દષ્ટ-અનુભુત કરવાનું છે. તેમના વચનમાં શ્રદ્ધા રાખીને સાધના કરવાની છે. શ્રુતજ્ઞાનમાં શ્રદ્ધા એ દ્રવ્ય સમકિતનો એક પ્રકાર છે. શ્રુતજ્ઞાન વડે વીતરાગતા પામવી, અવિકારી બનવું તે ભાવસમકિત છે. જેનાથી મિથ્યાત્વ મોહનીયના દળિયા સમ્યક મોહનીયમાં પરિવર્તન પામે તે ભાવસમકિત છે. સમકિતનું ક્ષેત્ર જૈનદર્શન પૂરતું સીમિત રાખી આપણે અન્યને મિથ્યાદષ્ટિ કહીએ છીએ. તેથી આપણી ઉદારતા અને આત્મીયતા ચૂકી જઈએ છીએ. અન્ય લિંગે સિદ્ધ કહ્યા છે. તો અન્ય લિંગે સમકિત હોય તે સમજવું જોઈએ.
ચિત્તને ચંચળ શા માટે કહ્યું છે?
પર પદાર્થોમાં સચ્ચિદાનંદ બુદ્ધિ કરીને જીવ તે પદાર્થોને ટકાવવા પ્રયત્ન કરે છે, પરંતુ તે પદાર્થો સ્વયં અનિત્ય હોવાથી ટકતા નથી. તેથી ચિત્ત ચંચળ બને છે. ચંચળ ચિત્તમાં ભય દ્વેષ અને ખેદ પેદા થાય છે. માટે ચિત્તને શુદ્ધ વિષયમાં એકાગ્ર કરવાનું કહ્યું છે. પર દ્રવ્યનો કર્તાભાવ ત્યજવાથી ચિત્ત સ્થિર થશે.
ચિત્તની ચંચળતા, આકુળતા, શોક, ક્લેશ, ઉદ્વેગ વગેરે મોહજનિત દુઃખ પેદા કરે છે. તેમાં દર્શનમોહનીય મોક્ષમાર્ગમાં આગળ વધવા ન દે. અને ચારિત્રમોહનીય વીતરાગતાને વિકસવા ન દે. દર્શનમોહનીયના ક્ષયોપશમથી સ્વરૂપના લક્ષ્ય પ્રત્યે રુચિ થાય. ચારિત્રમોહનીયના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org